ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવિજય
Revision as of 13:16, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનવિજય'''</span> : આ નામે ‘અનંતજિન-સ્તવન’, ‘એકાદશ...")
જિનવિજય : આ નામે ‘અનંતજિન-સ્તવન’, ‘એકાદશી-સ્તુતિ’, ‘યુગમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) વગેરે કેટલીક મુદ્રિત કૃતિઓ અને ‘નેમિસ્નેહ-વેલી’ તથા અન્ય ચૈત્યવંદનો, સ્તુતિઓ, સઝાયો, ભાસ વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે પણ તે કયા જિનવિજયની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. જો કે ઘણીબધી કૃતિઓ જિનવિજય-૩ની હોવા સંભવ છે. કૃતિ : ૧. ગોડીપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. ચૈસ્તસંગ્રહ: ૨; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જિભપ્રકાશ; ૫. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]