ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનહર્ષ-૨
Revision as of 05:04, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનહર્ષ-૨'''</span> [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન...")
જ્ઞાનહર્ષ-૨ [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન ધર્મસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૫-ઈ.૧૬૯૦)ના શિષ્ય. ૨ ઢાળના ‘જિનધર્મસૂરિ-ગીત’(મુ.) તથા હિંદીમાં ૩૪ કડીની ‘જિનદત્તસૂરિ અવદાત-છપ્પય’ (અંશત: મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [કી.જો.]