ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણવિજ્ય-૨

From Ekatra Wiki
Revision as of 09:41, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણવિજ્ય-૨'''</span> [ઈ.૧૭૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં પ્રેમવિજ્યના શિષ્ય. ‘ચોવીશી’ (મુ.), ૫૭૯૭ કડીની, ૪ ખંડમાં વિભાજિત, ૪૩ ઢાળની વિક્રમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાણવિજ્ય-૨ [ઈ.૧૭૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં પ્રેમવિજ્યના શિષ્ય. ‘ચોવીશી’ (મુ.), ૫૭૯૭ કડીની, ૪ ખંડમાં વિભાજિત, ૪૩ ઢાળની વિક્રમરાજાનું પ્રસિદ્ધ કથાનક રજૂ કરતી પદ્યવાર્તા ‘વિક્રમાદિત્ય પંચદંડરાસ/લીલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૪/સં.૧૮૩૦, જેઠ સુદ ૧૦) તથા ૫ કડીનું ‘વીરભક્તિ-સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચોસંગ્રહ; ૩. જિસ્તમાલા; ૪. જૈકાસાસંગ્રહ;  ૫. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરૅલ્ડ, ઑક્ટો.-નવે. ૧૯૧૪-‘સ્ત્રીવાચન વિભાગ’, સં. નિર્મળાબહેન. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. પંચદંડની વાર્તા (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત), સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૭૪;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]