ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૧
Revision as of 15:51, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં જયવિજ્યના શિષ્ય. ૭૦૦ ગ્રંથાગ્રના ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૪૬/૧૬૪૮/સં.૧૭૦૨/૪, આસો સ...")
માનવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં જયવિજ્યના શિષ્ય. ૭૦૦ ગ્રંથાગ્રના ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૪૬/૧૬૪૮/સં.૧૭૦૨/૪, આસો સુદ ૧૦, સોમવાર), ‘સ્થૂલિભદ્ર-કોશા-બારમાસ ઢાળો’ (ર.ઈ.૧૬૪૯), ‘નવતત્ત્વનો રાસ’(ર.ઈ.૧૬૫૨/સં.૧૭૧૮, વૈશાખ સુદ ૧૦) તથા ૨૮ કડીની ‘નેમિનાથ-બારમાસ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રામબાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]