ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસાગર-૩

From Ekatra Wiki
Revision as of 16:04, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનસાગર-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં જિતસાગરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્ર અને ૫૨ ઢાળની ‘વિક્રમસેન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માનસાગર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં જિતસાગરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્ર અને ૫૨ ઢાળની ‘વિક્રમસેનકુમાર-ચોપાઈ/વિક્રમાદિત્યસુત વિક્રમસેન-ચોપાઈ’(ર.ઈ.૧૬૬૮/સં.૧૭૨૪, કારતક-), ‘સુરપતિ-ચોપાઈ’(ર.ઈ.૧૬૭૩), ૭ ઢાળની ‘અષાઢભૂતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪/૧૬૮૦), ૨૫ કડીની ચોપાઈબદ્ધ ‘આર્દ્રકુમારઋષિ-સઝાય’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૭૩૧, માગશર-; મુ.), ૯ ઢાળની ‘કાન્હડ કઠિયારા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૯૦; મુ.) તથા ૧૬ ઢાળની ‘સિંહલકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં.૧૭૪૮, ફાગણ સુદ ૫) તથા ૬૭ કડીનું ‘સુભદ્રાસતીચોઢાલિયું’ (ર.ઈ.૧૭૦૩)ના કર્તા. કૃતિ : ૧. કાન્હડ કઠિયારાનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૯૯;  ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩-‘મુનિશ્રી માનસાગરજી વિરચિત ‘સિંહલકુમાર ચોપાઈ’નો પરિચય’, કાંતિસાગરજી;  ૪. જૈગૂકવિઓ : ૨; ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]