ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકસિદ્ધિ
Revision as of 09:15, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકસિદ્ધિ'''</span> [ ] : સંભવત: ખરતરગચ્છનાં જૈન સાધ્વી. ૧૧ કડીના ‘વિમલસિદ્ધિગુરુણી-ગતી’(મુ.)નાં કર્તા. ગીતમાં ઉલ્લેખાયેલા લલિતકીર્તિ અને ઈ.૧૬૨૩માં હયાત લલિતકીર...")
વિવેકસિદ્ધિ [ ] : સંભવત: ખરતરગચ્છનાં જૈન સાધ્વી. ૧૧ કડીના ‘વિમલસિદ્ધિગુરુણી-ગતી’(મુ.)નાં કર્તા. ગીતમાં ઉલ્લેખાયેલા લલિતકીર્તિ અને ઈ.૧૬૨૩માં હયાત લલિતકીર્તિ જો એક હોય તો આ કવયિત્રીને ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ પછીના સમયમાં મૂકી શકાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]