ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિવિજ્ય
Revision as of 05:42, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''----'''</span>સુમતિવલ્લભ [ઈ.૧૬૬૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનધર્મસૂરિના શિષ્ય. ‘જિનસાગરસૂરિ-નિર્વાણ-રાસ/શ્રીનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, શ્રાવણ સુદ ૧૫; મુ.)ના ક...")
----સુમતિવલ્લભ [ઈ.૧૬૬૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનધર્મસૂરિના શિષ્ય. ‘જિનસાગરસૂરિ-નિર્વાણ-રાસ/શ્રીનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, શ્રાવણ સુદ ૧૫; મુ.)ના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’માં ભૂલથી આ કૃતિ સુમતિવિલાસને નામે નોંધાઈ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]