(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સ્થળ : પૃથ્વીરાજનું અંત :પુર. સમય : રાત્રિ.
[જોશીબાઈ એકલી હતાશભાવે ઊભી છે.]
જોશી :
|
બુઝાઈ ગયો! આખા રજપૂતાનામાં એક જ દીવો સળગતો હતો. આજે એ પણ બુઝાઈ ગયો. પ્રતાપસિંહ આજ મેવાડમાંથી નીકળી વનેવન ભટકતા ફરે છે. હાય! હીનભાગી રાજસ્થાન!
|
[પૃથ્વીરાજ આવે છે.]
પૃથ્વી :
|
રાજસભાના કાંઈ નવીન સાંભળ્યા?
|
જોશી :
|
તમારા વગર બીજું કોણ સંભળાવે?
|
પૃથ્વી :
|
અરે, જોયા જેવી થઈ. ગંભીર મામલો! ચૂપ કેમ રહી ગઈ?
|
પૃથ્વી :
|
ત્યારે સાંભળ. શક્તસિંહ કારાગૃહમાંથી રફૂચક!
|
પૃથ્વી :
|
અરે, હજુ સાંભળ તો ખરી. એની સાથે દૌલત ઉન્નિસા પણ... [ભાગી જવાનો અભિનય કરી બતાવે છે] પોબાર.
|
પૃથ્વી :
|
અરે સાંભળ તો ખરી. હજુ બાકી છે. મેં તને કહ્યું હતું ને, કે સલીમે માનસિંહ વિરુદ્ધ આરોપ મૂકીને શહેનશાહને કાગળ લખેલો?
|
પૃથ્વી :
|
શહેનશાહ ગુજરાતમાંથી કાલે પાછા આવે છે.
|
પૃથ્વી :
|
ટંટો પતાવવા. ટંટો તો કાંઈ જેવો તેવો નહિ ને? એક બાજુ માનસિંહ, ને બીજી બાજુ સલીમ, એટલે કે એક બાજુ રાજ્ય, અને બીજી બાજુ છોકરો. બેમાંથી એકેયને છોડાય? ટંટો મિટાવવો જ જોઈએ ને?
|
પૃથ્વી :
|
પાદશાહ સલીમને બોલાવીને કહેશે કે ‘ભાઈ! માનસિંહ તો આપણો આશ્રિત કહેવાય’. બીજી બાજુ માનસિંહને ફોસલાવશે કે ‘ભલા માણસ, સલીમ તો બચ્ચું કહેવાય!’
|
જોશી :
|
રાણા પ્રતાપસિંહના કાંઈ ખબર?
|
પૃથ્વી :
|
બીજા તે શા ખબર હોય? હવે તો મહેરબાન વનેવન આથડે છે. મેં પહેલેથી જ નહોતું કહ્યું, કે અકબર પાદશાહની સાથે યુદ્ધ ન હોય!
|