કંકાવટી મંડળ 2/ફૂલ-કાજળી વ્રત
Revision as of 11:16, 14 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ-કાજળી વ્રત|}} <poem> શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે. મોટે ભળકડે ઊઠીને નાય. ગુલાબનું ફૂલ સૂંઘીને પાણી પીએ. શંકર–પાર્વતીની પૂજા કરે. પૂજામાં અબીલગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સો...")
ફૂલ-કાજળી વ્રત
શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે.
મોટે ભળકડે ઊઠીને નાય.
ગુલાબનું ફૂલ સૂંઘીને પાણી પીએ.
શંકર–પાર્વતીની પૂજા કરે.
પૂજામાં અબીલગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સોપારી, નાળિયેર ને ચોખા લે.