યાત્રા/મા – શિશુ
Revision as of 05:50, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મા – શિશુ|}} <poem> અહો શું સુખ એનું? માત નિશ સારી જે જાગતી રહી શિશુ નિહાળી નિંદર વિષે ઢળ્યું સોડમાં, ઘડી વિલપતું, ઘડી સ્મિત કરતું સ્વપ્ન વિષે, પ્રફુલ્લ બની જાગતું ટહુકી કાલું ‘મા’...")
મા – શિશુ
અહો શું સુખ એનું? માત નિશ સારી જે જાગતી
રહી શિશુ નિહાળી નિંદર વિષે ઢળ્યું સોડમાં,
ઘડી વિલપતું, ઘડી સ્મિત કરતું સ્વપ્ન વિષે,
પ્રફુલ્લ બની જાગતું ટહુકી કાલું ‘મા’ ‘મા’ કરી,
ધસે જનનીના હુંફાળ હૃદયે. સુખી માત શી!
અહો પણ સુખી જ કેવું શિશુ તે વ્યથાપૂર્ણ જે
હતું સ્વપ્નમાં અનેક ભયભીત ઓથારથી,
ખુલંત નયન લહે જનનીહસ્ત આશ્વાસતો,
સજાગ શ્રવણે સુણે લલલ સાદ હાલા તણો,
અને જનનીનું મળે હુદય હુંફ – દૂધે ભયું,
અહા શિશુ સુખી કશું અધિક એ!
ફેબ્રુઆરી, ૧૯૪૦