યાત્રા/ચલ—

From Ekatra Wiki
Revision as of 08:52, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
ચલ—

         ચલ ગાગર લે ઝટ જઈએ રે,
          ચલ ઝટ, ચલ પનઘટ જઈએ.
સાંજ પડી અને જાગ્યા સમીરણ,
                   જાગી અંતરમાં કે આંધી,
સાજ સજાવટ રાખ પરી, એક
                   ગઠરીમાં હૈયું કે બાંધી રે.
                            ચલ ગાગર લે ઝટ જઈએ.
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને
                            સાસુની આણ ન સુણીએ,
છેરુવછોરુને છૂટાં મૂકી હવે
          મોંઘું સોંઘું નહિ ગણીએ રે.
          ચલ ગાગર લે ઝટ જઈએ.
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો
                   આપણી વાટ નિહાળે,
અમ સરિખાં એને ઝાઝાં મળે ના,
          બીજા કોને એ પાર ઉતારે રે?
                   ચલ ગાગર લે ઝટ જઈએ.

ઑક્ટો બર, ૧૯૪૪