અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ખીલા
Revision as of 07:10, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મેદની વીખરાય; ને આ વૃદ્ધ જેની કાય તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પા...")
મેદની વીખરાય;
ને આ વૃદ્ધ જેની કાય
તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે
(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું — શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું!)
જઈ જુએ શું એકશ્વાસે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)