ગુજરાતી ગઝલસંપદા/ શૈલેન રાવલ

From Ekatra Wiki
Revision as of 14:28, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| શૈલેન રાવલ |}} <poem> ચાલ ઊભો થા અને ઉઠાવ થેલો, કોણ કોનો છે ગુરુ ને કોણ ચેલો?<br> મન પછી સોળે કળાએ ખીલશે; જો – દાયકાથી બંધ છે તે ખોલ ડેલો!<br> ઘાસ માફક ઝૂકવું ડહાપણ ભરેલું; વાયરો ફૂંકાય છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શૈલેન રાવલ

ચાલ ઊભો થા અને ઉઠાવ થેલો,
કોણ કોનો છે ગુરુ ને કોણ ચેલો?

મન પછી સોળે કળાએ ખીલશે; જો –
દાયકાથી બંધ છે તે ખોલ ડેલો!

ઘાસ માફક ઝૂકવું ડહાપણ ભરેલું;
વાયરો ફૂંકાય છે માથા ફરેલો.

જળને જો, પડવું છતાં વહેવું મજાથી-
સત્ય નોખું શીખવે વરસાદી રેલો.

પોતપોતાનું અલગ છે જૂઠ મિત્રો!
પૂછશો ના કોણ સમૃદ્ધ આ કે પેલો?