ગુજરાતી ગઝલસંપદા/ ગુલામ અબ્બાસ ‘નાશાદ’
Revision as of 14:49, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ગુલામ અબ્બાસ ‘નાશાદ’ |}} <poem> એકધારું તાકતાં થાકી નજર; આભને જોયા કર્યું કારણ વગર,<br> માર્ગમાં અટવાઈ જાવાનું થયું; લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.<br> આ ઉદાસી એટલે એનું પ્રમાણ; કોશ...")
ગુલામ અબ્બાસ ‘નાશાદ’
એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,
માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.
આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.
ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.
ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.
આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.
મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર!