ગુજરાતી ગઝલસંપદા/ વિવેક કાણે ‘સહજ’

From Ekatra Wiki
Revision as of 15:18, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| વિવેક કાણે ‘સહજ’ |}} <poem> તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું, આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું,<br> જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું,<br> માનવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિવેક કાણે ‘સહજ’

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું,
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું,

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું,

માનવહૃદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેટાય પણ ખરું,

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું,

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી,
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું.

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું,

સાચો પ્રણય ઘણુંખરું અદૃશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું,

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું..