ગુજરાતી ગઝલસંપદા/ હર્ષવી પટેલ

From Ekatra Wiki
Revision as of 15:31, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હર્ષવી પટેલ |}} <poem> ચોતરફ માત્ર બેકરારી છે, બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.<br> છે સ્મરણ એનું દુઃખતી રગ ને મેં સતત આંગળી અડાડી છે.<br> શબ્દ અમથા નહીં સજે અર્થો કૈંક ધક્કે કલમ ઉપાડી છે.<br> તક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હર્ષવી પટેલ

ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.

છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.

શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે?

આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.