અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/કાંટાની ભૂલ
Revision as of 11:46, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા; વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્...")
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ : ઊને પ્હોર જાણે પીપળો;
વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
એકલીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!