પ્રથમ સ્નાન/પાળિયાને વિનંતી
Jump to navigation
Jump to search
પાળિયાને વિનંતી
{{Block center|
અલ્યા ગાંયજા, લે પગે કર દે ચંપી
રે રાજોજી થૈ ફરતા’તા તે દિ’ અમેય
તે દિ’ અમેય છલ્લેદાર
તે દિ’ અમેય ભલ્લેદાર
રૂંવાટેદાર હવાને વેતરતાં વેતરતાં તરતાં તરતાં સૂરજદાને ડેલે
શમણાંની રંગોળી થૈ મોંફાટ મરકતાં હતાં અમેય તે દિ’
તે દિ’ કૈંક વ્હોકળા ઠેક્યા.
ઝીલ્યા કૈંક આયને તડકા
થૈને સાથળપંથી ઘોડાના સોદાગર
વીંધ્યા કૈંક મીના બજાર
ડબરે ભરી લીધા’તા કિસમ કિસમના એવા તો ગુલદાર ઈસમ હાં
અમેય તે દિ’
અલ્યા, હાક્ થૂ, કોક ખૂટેલ છે.
ભર્યે રાવણે ઝરે કસુંબા
સાંસ મીંચી દો સાંસ મીંચી દો સાંસ મીંચી દો
સાંસ મહીં સેજળના વાયુ લેવા છોડી, સાંસ મીંચી દો
અલ્યા આંબલે મુઠ્ઠીઓ ના ઠોકો રે, કોયલ કકળે છે
આજ કાળકા માત આંબલે બેસીને કકળે છે.
‘તે દિ’ અમેય—’
પંડિ કોચતા કાગારવની છાતી ઉપર
ચાંદો સૂરજ ઘોડો ને અસવાર
તરાજુ કોચંકોચા તું જ કરી દે.
હવે પાળિયા, ભેરુજી રે…
૩-૭-૭૨}