પ્રથમ સ્નાન/હું, તું, દેવ અને

From Ekatra Wiki
Revision as of 01:31, 29 August 2023 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હું, તું, દેવ અને


હું આવું : ઘાસ ફફડે નકલી હવામાં
હું જાઉં : ગૃદ્ધ ચૂંથતા પગલાં નકામા
હું ખિન્ન : નેત્ર શ્વસતા નથી રોજ રાત્ર
હું સ્વેદહીન : ઘર એકલ મારું ગાત્ર
હે દેવ દેવ, કરુણા કરનાર પ્યારા
નમો મને, નમનના ઘડનારા, પ્હેલા!
તું સુપ્ત : દ્વારા ખૂલતું તહી ક્રોધ ઘેર્યું
તું ઓષ્ટ : સર્પ ડસતા જહીં સર્વ લીલું
તું મુગ્ધ વારણતણી હતી સૂંઢ ઘેલી
જે પદ્મની રઢથી પંક મહીં ફસેલી
જે દેવદેવ કરુણા વરસાવનારા
નમો તને, નમનમત્ત બન્યા પછી હા
વૃક્ષે, થડે, ગુંદર, ડાળ પરે થીજેલાં
બ્રહ્માંડ સેવી મરઘી ફફડી ઊઠી ત્યાં
વેતાળની પ્રસવપીડનું ઠારબિંદુ
તે પંખી ગર્ભથકી બહાર કદી ન આવ્યું
હે દેવ દેવ, કરુણા…

૩૧-૮-૬૯