બારી બહાર/૪૪. સિન્ધુને

From Ekatra Wiki
Revision as of 05:16, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૪. સિન્ધુને

‘અમાવસ્યા આજે, ગગનપથ ચંદા ન નીસરે;
તરંતોના શાને તુજ શરીર રોમાંચ ઊપડે ?
અને શાને આજે ખડક પર તું દીપ જગવે ?
વધા’વાને આભે કવણ પગલાં રત્ન ઝગવે ?’

‘અમાવસ્યા જાણું ગગનપથ ચંદા ન નીસરે,
સ્મૃતિ પૂર્ણિમાના મિલન તણી કિન્તુ ઉર ચડે;
જઈ આજે તેથી ખડક પર હું દીપ જગવું;
અને રત્નો મારાં મિલનપથ માંહી સહુ જડું.

અમાસે જીવું છું પરમ સુખથી એ સ્મરણના,
અને પૂર્ણિમાએ ભરતી સુખની છે, મિલનના.’