પૂર્વાલાપ/૧૦૦. કાંતાની સ્મરદશા

From Ekatra Wiki
Revision as of 16:15, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦૦. કાંતાની સ્મરદશા


[રાગ કાફી : તાલ ત્રિતાલ]

હા! સમજું ન શું મને થયું!
દૃગથી ગયું બલ, ના રહ્યું!
કુમાર નિહાળી બીમાર છું:
મારું બાલાપણું એ વહ્યું!

અનુભવ આ નવો હુંને,
હૃદયને પૂછવું કોને?
કશાથી થાય ના શાન્તિ,
અનેરી ઊછળે ભ્રાન્તિ!

નજર ના ઠરે, ગિરિવરો! પરે :
એ જ સૂરત! એ જ મૂરત! નૈન ઝૂરત દર્શને!
શું નહિ મળશે? શું નહિ વળશે?
શું નહિ કળશે?
ભાસે પાસે, હાસે રાસે!