ઉપજાતિ/ગુલમોર
Revision as of 05:54, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુલમોર| સુરેશ જોષી}} {{Poem2Open}} આ કોણ આજે આકાશની નીલ શિલાસરાણે ક...")
ગુલમોર
સુરેશ જોષી
આ કોણ આજે આકાશની નીલ શિલાસરાણે કાઢી રહ્યું કાળની તીક્ષ્ણ ધાર? સ્ફુલંગિ જે ઊડી રહ્યા ચતુદિર્કે ખીલ્યા અહીં તે ગુલમોર થૈને?
વારસો
આવો, બતાવું તમને હું વારસો:
એથેન્સમાં તે દિવસે મને ય સોક્રેટિસે પ્રેમથી બિન્દુ એક હેમ્લોકનું દીધું હતું, હજુ તે વહી રહ્યું છે મુજ રક્તની મહીં.
ઇસુ તણો કંટકતાજ મેં ય ધાર્યો હતો મસ્તક પે ઘડીક; જુઓ હજુ ઉઝરડા પડ્યા તે ધારું અલંકારની જેમ ભાલે.
ગાંધી અને મેં હજુ માત્ર કાલે ગોળી ઝીલી સાવ જ ખુલ્લી છાતીએ; ધીમે જરા, ઘા હજુ તો હશે લીલો, જુઓ બતાવું, હળવેથી સ્પર્શજો.