યોગેશ જોષીની કવિતા/વૃક્ષોના પડછાયા

From Ekatra Wiki
Revision as of 04:42, 19 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''વૃક્ષોના પડછાયા'''</big></big></center> <poem> વૃક્ષોના પડછાયા લંબાવાનો અવાજ સાંભળું છું લોહીનો વેગ વધે છે સારસીની શ્વેત પાંખોનો ફફડાટ પડઘાયા કરે છે વારંવાર કોઈ ગીતના સળગતા લય જેવો આ ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વૃક્ષોના પડછાયા

વૃક્ષોના પડછાયા
લંબાવાનો અવાજ સાંભળું છું
લોહીનો વેગ વધે છે
સારસીની શ્વેત પાંખોનો ફફડાટ
પડઘાયા કરે છે વારંવાર
કોઈ ગીતના સળગતા લય જેવો આ
કોનો હાથ ફરે છે મારા દેહ પર?
વેરવિખેર ઢોળાયેલી ચાંદની
અસંખ્ય સળગતાં પતંગિયાં થઈને
કેમ ઝંપલાવે છે મારી ભીતર?
અનંત લંબાઈની આ કાળીભમ્મર રાત
શું શોધવા માટે
ઉથલાવે છે મારી અંગત ડાયરીનાં પાનાં?
આ કોણ
આકાશને કાળી ચાદર માનીને
ઓઢાડી રહ્યું છે મને?
ભયંકર કડાકા સાથે
વીજળી ઝબકે છે મારા હાડકાંનાં પોલાણમાં.
આકાશ સળગે છે.
પંખીઓ
માળામાં આવી ગયાં કે?!