યોગેશ જોષીની કવિતા/આકળવિકળ પડછાયાઓ

From Ekatra Wiki
Revision as of 05:38, 19 February 2024 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આકળવિકળ પડછાયાઓ

– પણ હવે
એ સમયને
સજીવન કરીનેય શું!

વહાણ તો
બધાંય ચાલ્યાં ગયાં
સમંદર છોડીને!

પણ હા,
આકળવિકળ પડછાયાઓ
હજીયે
જરીકે અજવાળું ન હોય ત્યારે પણ
હરેફરે છે
અંદર-બહાર
ને
ભરનિદ્રા વખતેય
એક
અવાવરું ફાનસ
ભપકે છે
મારી ભીતર
ભફક્‌... ભપક્‌... ભફક્‌...