ઇતરા/અમાસના અન્ધકાર શી

From Ekatra Wiki
Revision as of 04:47, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમાસના અન્ધકાર શી| સુરેશ જોષી}} <poem> અમાસના અન્ધકાર શી તસતસત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અમાસના અન્ધકાર શી

સુરેશ જોષી

અમાસના અન્ધકાર શી તસતસતી તારી કાયા,
તારા સ્પર્શમાં ઝાકળની સુખદ શીતળ ભંગુરતા;
તારા મૌનમાં શ્રાવણની આછી ઝરમર,
તારી વાણીમાં ગાઢા વનના અડાબીડ.
વૃક્ષોની શાખાઓનો નીરન્ધ્ર આશ્લેષ;
તારા મસ્તકનો મારા ખભા પર પારિજાતનો ઢગલો,
બંધ અધરોષ્ઠના અન્ધકારમાં ઓગળતા,
પ્રતિપદાના ચન્દ્રની હિમલેખા;
તારી પક્ષ્મછાયામાં હજાર રાક્ષસો;
તારા કેશકલાપમાં લાખ લાખ પાતાળ,
તારી આંખમાં જળપરીનો બિલોરી મહેલ,
તું
કરોડો પ્રવાલદ્વીપ તારા અસ્થિમાં,
તું પ્રલય
તેથી જ તો તને ઝંખું,
પ્રલયથી સહેજે ય ઊણું મને કશું ન ખપે.

જુલાઈ: 1961