સિગ્નેચર પોયમ્સ/અલ્લાબેલી – સુન્દરજી બેટાઈ

From Ekatra Wiki
Revision as of 01:57, 20 April 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <poem> <center><big><big>'''અલ્લા બેલી!'''</big></big> '''સુંદરજી બેટાઈ''' {{Block center| અલ્લા બેલી, અલ્લા બેલી, {{Gap}} જાવું જરૂર છે, {{Gap}} બંદર છો દૂર છે! બેલી તારો બેલી તારો, {{Gap}}બેલી તારો તું જ છે, {{Gap}}બંદર છો દૂર છે! ફંગોળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અલ્લા બેલી!

સુંદરજી બેટાઈ




અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેયે દૈતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે!
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં જુદેરું કો શૂર છે
છોને એ દૂર છે!
    અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
  બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!