યોગેશ જોષીની કવિતા/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Revision as of 02:06, 28 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંપાદક-પરિચય

ઊર્મિલા ઠાકર જન્મતારીખ : ૭-૧૦-૧૯૫૨. જન્મ સ્થળ અને વતન પાટડી. પિતા અંબાલાલભાઈ ઠાકર. માતા જયાબેન ઠાકર. ગુજરાતી કન્યાશાળા, પાટડીમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ. મોહિનાબા કન્યાવિદ્યાલય, અમદાવાદમાંથી મેટ્રિક. મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે બી.એ. ગુજરાતી સાહિત્ય સાથે, એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી BLISc અને MLISc – ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની પદવીઓ સુવર્ણચંદ્રક સાથે. ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનમાં એમ.ફિલ. અને પીએચ.ડી., સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. ૧૯૭૭-૭૮થી ૧૯૮૮-૮૯ એમ. જે. લાઇબ્રેરીમાં સેવાઓ. ૧૯૮૯-૯૦થી, લેક્ચરર, ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. ક્રમશઃ લેક્ચરર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે ૨૦૧૪માં નિવૃત્ત. કારકિર્દી દરમિયાન ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનક્ષેત્રે અનેક લેખો, સંશોધન લેખો, માઇનર અને મેજર રિસર્ચ પ્રોજેક્ટ્‌સ. ૨૦૧૫-૨૦૧૮ દરમિયાન Rural Community Information Centre – મેજર રિસર્ચ પ્રોજેક્ટ (UGC). ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના ૯ પુસ્તકો પ્રકાશિત. ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના એમિરિટ્‌સ (Emeritus) પ્રોફેસર. ગુજરાતી સાહિત્યમાં કવિતા-વાર્તાલેખન, અવલોકનો અને આસ્વાદ. ‘પચાસ ગુજરાતી કવિઓ’ પુસ્તક. સંપાદન ક્ષેત્રે – ‘વીસમી સદીની કાવ્યમુદ્રા’ (ચંદ્રકાન્ત શેઠ વગેરે સાથે), ‘યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’ (હર્ષ બ્રહ્મભટ્ટ સાથે‘), ‘પરિવાર કાવ્યો’ (શ્રદ્ધા ત્રિવેદી સાથે). એ ઉપરાંત ૧૨ ઈ-બુક્સના સંપાદનો ઓનલાઇન ઉપલબ્ધ છે. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે.