અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/રેતપંખી

From Ekatra Wiki
Revision as of 04:48, 9 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રેતપંખી | નલિન રાવળ }} <poem> સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રેતપંખી

નલિન રાવળ

સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો
ઉપર
રેત રેત ને રેત રેતનું રણ
રેતીની આંધી
વચ્ચે
ઊભું
રેતીનું એ ખરતું પંખી

રેતપંખીની રેતીની બે — દિવસરાતની — ખરતી પાંખો.

રેતપંખીની રેતીની બે — સૂર્યચંદ્રની — ખરતી આંખો.

રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર
ખરતી રેત રેતની વર્ષા
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો.
(અવકાશ, પૃ. ૫૩)