બાળ કાવ્ય સંપદા/ઝાપટાં આવે

From Ekatra Foundation
Revision as of 14:35, 15 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝાપટાં આવે|બળદેવ પરમાર <br>(1924 )}} {{Block center|<poem> ઝાપટાં આવે ને ઝાપટાં જાય મેઘાને તાળિયું દેતા જાય હસતાં જાય ને રમતાં જાય ઝાપટાં આવે ને ઝાપટાં જાય વાદળાં કાળાં ગરજીને જાય છાપરે મારા વર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઝાપટાં આવે

બળદેવ પરમાર
(1924 )

ઝાપટાં આવે ને ઝાપટાં જાય

મેઘાને તાળિયું દેતા જાય
હસતાં જાય ને રમતાં જાય
ઝાપટાં આવે ને ઝાપટાં જાય

વાદળાં કાળાં ગરજીને જાય
છાપરે મારા વરસીને જાય
ઝાપટાં આવે ને ઝાપટાં જાય

લીલી લીલોતરી હસતી જાય
હૈડે હરખે એ વસતી જાય
ઝાપટાં આવે ને ઝાપટાં જાય

વાયરાથી વાતો કરતાં જાય
વર્ષાનાં ઢોલકાં વાગતાં જાય
ઝાપટાં આવે ને ઝાપટાં જાય

ખાલી ખાબોચિયાં ભરતાં જાય
છાપાનાં નાવડાં તરતાં જાય