મંગલમ્/ઓલી ગેબી ગગન

From Ekatra Foundation
Revision as of 01:55, 20 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઓલી ગેબી ગગન



ઓલી ગેબી ગગન

ઓ રે…ઓલી ગેબી ગગન કેરી કોરથી ઊતરતો,
રંગે નીતરતો, નયણાં નચાવતો ફાગણ આયો (૨)
ઓ રે…એના જોબનના જોરે સળગતો
ફૂલડે ફરકતો, મુખડે મલપતો ફાગણ આયો (૨)
એની આંખડિયું લાલ, એના વરણાગી વાળ,
એની મદમાતી ચાલ રે લાલ.
ઓ રે…ઓલી સ૨વ૨ની પાળે સરકતો,
ડાળે હીંચકતો, વગડે ભટકતો ફાગણ આયો,
એની ઝોળીમાં હોળીનો રંગ, આંખમાં આછો અનંગ
તનડે તોફાની ઢંગ હોં કે મારા ભાઈ! ભાઈ!
વાયુ વગાડે મૃદંગ, રંગમાં વાગે છે ચંગ,
અંગ અંગમાં ઉમંગ હોં કે મારા ભાઈ! ભાઈ!
ઓ રે…એની વહાલી વસંતને મળવા તલપતો,
વેલે વળગતો, હૈયે હરખતો ફાગણ આયો.
ઢોલી તારા ઢોલકાને ધીરે ધીરે છેડ, હોળી આવે છે,
છોડી તારા છેલછબીલાને રંગે રમવા તેડ
હોળી આવે છે…ઓ રે.

— અવિનાશ વ્યાસ