બાળ કાવ્ય સંપદા/ઉજાણી

From Ekatra Foundation
Revision as of 02:27, 20 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉજાણી|લેખક : રમેશ પારેખ<br>(1940-2006)}} {{center|<poem> ચકલી બોલે કે ચીંચીંચીં ઉજાણી કરીએ જી જી જી કૂકડો બોલે કે કૂકરે કૂ બોલો બનાવીએ શું શું શું પોપટ બોલે કે કિર કિર કિર આજે બનાવીએ ખીર ખીર ખીર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઉજાણી

લેખક : રમેશ પારેખ
(1940-2006)

ચકલી બોલે કે ચીંચીંચીં
ઉજાણી કરીએ જી જી જી

કૂકડો બોલે કે કૂકરે કૂ
બોલો બનાવીએ શું શું શું

પોપટ બોલે કે કિર કિર કિર
આજે બનાવીએ ખીર ખીર ખીર

ચકલીબેને રસોઈ કરી
ભૂખ લાગી છે ખરેખરી

એવામાં આવી બિલાડી એક
તેણે લગાવી જબરી ઠેક

પૂરી ખાધી ને ખીર પી ગઈ
મોટી ઉજાણી બિલ્લીને થઈ