બરફનાં પંખી/બરફનાં પંખી

From Ekatra Foundation
Revision as of 13:07, 13 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બરફનાં પંખી

અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યા.
લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે
ખરતા પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યા!
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યા
લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ
નભમાં ઊડતા સાંજ પડે તો
સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહૂક્યા
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

***