ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સરલ અને શમ્પા

From Ekatra Foundation
Revision as of 02:35, 14 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અકસ્માત

પિનાકિન્ દવે

સરલ અને શમ્પા (મધુ રાય; ‘મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૭) પ્રેમીયુગલ સરલ અને શમ્પા વાતો કરે છે એવામાં સરલને થાય છે કે શમ્પાનો જમણો હાથ દેખાતો નથી. પછીથી ક્રમશઃ શમ્પા અને સરલનો તેમ જ એમના પરિચયનો અસ્વીકાર થતો રહે છે. આ મનોપ્રક્રિયા સરલની પોતાના અસ્તિત્વની શ્રદ્ધા સુધી લંબાય છે. બાહ્ય જગત જોડે અન્તર્મનનો તુલનાત્મક વિરોધ અહીં રોચક રીતે નિરૂપાયો છે. ર.
ર.