ઋતુગીતો/પરદેશી પતિને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પરદેશી પતિને

આ તો કાળુડી રે કાંઠાળ ઊપડી આ તો મોટી રે છાંટારો મે રે સરદારાં!

મે રે ઉમરાવાં! અંદર ધડૂકે મે આવિયો વીજળીએ વરસાળો માંડિયો.

આ તો ભરિયાં રે નાડાં નાડકી, આ તો ભરિયાં રે ભીમ તળાવ, સરદારાં! તળાવ ઉમરાવાં. — અંદર.

આ તો રાણી ભટિયાણી કાગળ મોકલે થે તો ઘરે આવો નણદીના વીર સરદારાં! વીર ઉમરાવાં! — અંદર.

થારાં હાળીયાં માંગે રે હાળીંપો થારાં લોક જી માંગે ખેત સરદારાં! ખેત ઉમરાવાં. — અંદર.

મારાં હાળીયાંને દેજો હાળીપો, મારાં લોકને ઝાઝાં ખેત સરદારાં! ખેત ઉમરાવાં. અંદર.

થારાં ઘોડલાં રે ભીને ઘોડારમેં, થારા હાથી રે ભીને હાથી આળ સરદારાં! હાથીઆળ ઉમરાવાં. — અંદર.

થારાં રાણીજી ભીને ગોખમેં, થારા કુંવર ભીને પાળણે, સરદારાં! પાળણે ઉમરાવાં. — અંદર.

મોરાં ઘોડલાંને રે બાંધો ઘોડહારે, મોરા હાથિયાને નાખો ઝૂલ, સરદારાં! ઝૂલ ઉમરાવાં. — અંદર.

મારી રાણિયાંને બેસાડો ગોખમેં, મારા કુંવરને નાખો પાળણે, સરદારાં! પાળણે ઉમરાવાં! અંદર ધડૂકે મે આવિયો વીજળીએ વરસાળો માંડિયો