ગંધમંજૂષા/કીડી
Jump to navigation
Jump to search
કીડી
હું કીડી.
હું રસ્તે ચાલતી જડી
હું ક્યાંય ન પડી
ચાલી છું હું ક્ષણ,
ઘટિકા વા૨ માસ સંવત્સરથી.
મરતાં પહેલાં
માટી સાથે ભળતાં પહેલાં,
મણકા જેવું માથું ઊંચકી
મૂછ આમતેમ ફરકાવી
કરી ગુફ્તગુ
કરી સંતલસ મેં કીડી સાથે.
ચાલી હું ઘનઘોર જંગલમાંથી
મંગલઘરમાંથી
ચાલી ઈથિકા હસ્તિનાપુર,
વ્હાઇટ હાઉસ ક્રેમલિનના ખંડેર ખૂંદતી
ચાલી,
ચાલી, હું તો કૂચ કરતી ચાલી,
હું કીડી.