ગુજરાતનો જય/પરિશિષ્ટ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિશિષ્ટ ૨

વસ્તુપાલ-તેજપાલના રાસમાંથી અવતરણો 'જૈન સાહિત્ય સંશોધક' ત્રૈમાસિકના સં. ૧૯૮૩ના અંક પહેલામાં આવેલ 'મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના બે રાસ' નામે લેખમાંના સંપૂર્ણ રાસમાંથી પ્રસ્તુત અવતરણો:

તિહાં વસઈ ચંડ પ્રચંડ, પુત્ર સોમિગ આસરાજ;
પોરૂઆડ વંશ મૂલગઉ એ, પણ નિર્ધ્ધન આજ.
કર્મહ આગલિ કોઈ નવિ, છૂટઈ રંક ન રાણઉ;
તીણઈ કારણિ છાંડિયઉ એ, પાટણ સપરાણઉ          ૧

માલાસુણિ પુરિ આવીઉ એ, સિંહા કીધઉં ઠામ,
તિણિ પુરિ નિવસઈ પોરૂઆડ, સાહ આભૂ નામ.
લાચ્છલદેવી તાસ ઘરણિઃ રૂપિઈં રંભાવરિ;
તાસ કુંઅરિ સુલલિત વાણી, અચ્છઈં નામઇં કુંઅરિ.          ૨

રૂપવંત ગુણવંત નારિ, નાતિઈ પરણાવી;
પૂર્વકર્મહ તણઈ યોગિ, રંડાપણ પામી.
પીહરિ તેડી માય-બાપિ, તવ તીહા આવઈ;
ધર્મનીમ આહિનિસિ કરઈં એ, અનઈ ભાવના ભાવઈ.          ૩

અન્ન દિવસ જિન પૂજા કરી, પોસાલઈ આવી;
ગુરુની દૃષ્ટિ જવ ચડી એ, તવ સીસ હલાવી.
તિહાં બઈઠઉ આસરાજ, ભવસાયર ભાગઉ;
સીસ હલાવ્યા તણીય વાત પૂચ્છેવા લાગુ.          ૪

તવ ગુરુ બોલાઈ વયણી ઈમ એ વાત ન કહેવાઈં.
અરથહ આણ્યા તણઈ કોડિ, હિયડઈ ન સમાઈ.
તવ પાય લાગી પૂછીઉં એ, ગાઢ મંત્રીસરિ;
આગ્રહ જાણી અતિ ધણઉ એ, દીઠઉં લાભસૂરીસરિ.          ૫
 
હરિભદ્ર સૂરિઈં ઈમ કહિઉં એ, એહ કુંખઈ નીરયણ;
બેઅ પુત્ર અછઈ ભલા એ, સશિસૂર સમાણ.
કુંઅરિ લેવા કરઈ ઉપાય, મંત્રી ગુરનઈં વયણિ;
પઢમ જિણેસર આદિનાથિ, જે કીધઉ ઈનઈ.          ૬
 
પૂરવ રીતિ ન લોપીઈ એ, સંગ્રહણું કીજઈ;
પૂરવલા ભવતણઈ પુણિય, એ વાત જ સૂજઈ.          ૭



આભૂ સાળ તણઈ ધરિ એક, રબ્બારી છઈ અતિ સવિવેક,
જાણઈં બલબુદ્ધિ સયલ સવે.
અવસરિ તેડી બાંધવ થાપિઉં, બહુ માન સિદ્ધિઈ આપિઉ,
કર્મ્મહ પાખઈ કોઉ મિત્ર નવિ.

એક વાર જઉ પ્રીતિ રહંતાં, નિરવંજણિ જુ વાત કહંતા,
મંત્રિસરિ કારણ કહિઉં એ.

કારણ જાણી સાંઢિ પલ્હાણી, જાણી રાતડી નિસિઝરિ આણી,
મંત્રિ મનિ આણંદ ભઉ એ.

કુંઅરિ પુઢી નીદ્રઈ જામ, માહિ આવીઉ મંત્રીસર તામ,
સાંઢિંઈ ઘાલી સંચરઈ એ.

તવ બોલઈ કુંઅરિ તીણિઈં ઠહિં, એહ વાત રઝરઈં ન સહાઈ
અકારણ કિસિઉં આદિરિઉં એ.

ભણઈ બોલ હિવ તિહાં મંત્રિસ, ભદ્ર મ કરસિ તું મઝરીસ,
એહ વચન મમ ગુરુ કહિઉં એ.