ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરવજિય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમરવજિય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉદયતિલકના શિષ્ય. આ કવિની નાનીમોટી કુલ ૧૫ કૃતિઓના નિર્દેશો મળે છે, જેમાંની ઘણીખરી તો રાસાત્મક છે : ‘ભાવ-પચીસી’ (૨. ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, પોષ વદ ૧૦), ‘સિદ્ધાચલ-સ્તવન’ (૨. ઈ.૧૭૧૩), ‘સુમંગલ-રાસ’ (૨. ઈ.૧૭૧૫), ‘મુચ્છમાખડ-કથા’ (ર. ઈ.૧૭૧૯), ‘મેતાર્ય-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, શ્રાવણ સુદ ૧૩), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, અધિક ભાદરવા સુદ ૧, બુધવાર), ‘સુકોશલ-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૪ ? / સં. ૧૭૯૦ ?, પોષ સુદ ૧૩), ‘સુપ્રતિષ્ઠા-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, માગશર-, રવિવાર), ‘અરિહંતદ્વાદશગુણ-સતવન’ (ર. ઈ.૧૭૩૯), ‘કાલાશબેસી/કાલાસવેલી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, વૈશાખ સુદ ૩), ૮ સર્ગની ‘સુદર્શન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, ભાદરવા સુદ ૫), ‘પૂજા-બત્તીસી’ (ર. ઈ.૧૭૪૩), ‘સમ્યક્ત્વસડસઠબોલ-સઝાય’ (ર. ઈ.૧૭૪૪), ‘ધર્મદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, કારતક વદ ૧૩, ધનતેરસ), ૧૫૪૦ કડીની ‘કેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, આસો સુદ ૧૦). કવિની કેટલીક કૃતિઓ હિંદીમાં હોવાનું જણાય છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ગુસાઇતિહાસ : ૨,  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[કા.શા.]