ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇચ્છા ઇચ્છારામ
Jump to navigation
Jump to search
ઇચ્છા/ઇચ્છારામ : ઇચ્છાને નામે ૪ કડીનું સંતમહિમાનું પદ(મુ.) અને ૩૪ કડીનું ‘રાસ’ને નામે ઓળખાવાયેલું ભક્તગાથા રજૂ કરતું પદ (મુ.) મળે છે. ઇચ્છારામને નામે ૬ કડીની લાવણી મુદ્રિત મળે છે અને ૮ કડીનો ‘રણછોડજીનો છંદ’, ‘રામ-વિવાહ’ અને ‘રાસ’ - આ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઇચ્છા અને ઇચ્છારામ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. ‘પ્રાચીન કાવ્યસુધા-૧’માં ઇચ્છાને નામે મુદ્રિત પદ બાપુસાહેબ ગાયકવાડને નામે પણ મળે છે અને એ બાપુસાહેબકૃત હોવાની સંભાવના વિશેષ છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧; ૨. ૨. ભસાસિંધુ. સંદર્ભ : ગૂહાયાદી.[કૌ.બ્ર; જ.ગા.]