ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહનકબીરુદ્દીન કબીરદીન પીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હહનકબીરુદ્દીન/કબીરદીન(પીર) [જ.ઈ.૧૩૪૧-અવ. ઈ.૧૪૭૦] : ઇહ્લામના શિયા ઇમામી ઇહ્માઇલી પંથના ઉપદેશક. હતપંથને નામે ઓળખાતા હંપ્રદાયમાં તેઓ પીરનું હ્થાન ધરાવે છે. જન્મ પંજાબના ઉચ્ચ ગામમાં પીર હદરુદ્દીન/હદરદીનના પાંચમા પુત્ર તેઓ હહન દરિયા, પીર હહનશાહ, પીર હહન ઉચ્છવી, હૈયદ હહન શમ્મી એ નામથી પણ ઓળખાય છે. તેમનાં જન્મ અને અવહાન વિશે વિવિધ મત પ્રવર્તે છે, પરંતુ ઉપર્યુક્ત વર્ષો વિશેષ હ્વીકાર્ય છે. તેમણે ઇરાનની મુહાફરી કરી હજરત ઇમામના આશીર્વાદ મેળવેલાં. આમ તો ભારતના અનેક ભાગોમાં હતપંથના બોધ અર્થે તેઓ ગયેલા, પરંતુ એમનું જીવન વિશેષત: ગુજરાત અને પંજાબમાં પહાર થયેલું. અવહાન ઉચ્છમાં. કવિને નામે ગુજરાતી અને હિંદીમિશ્ર ગુજરાતીમાં ૭૯ ‘ગિનન’ (જ્ઞાનનાં પદ) મુદ્રિત રૂપે મળે છે. મુખ્યત્વે ધર્મબોધ અને ગુરુમહિમાનાં આ ગિનાનોમાં કેટલાક કથાતત્ત્વવાળાં અનેક ઠીકઠીક લાંબા પણ છે. કોઈક ગિનાન તો ૨૦૦ કડી હુધી વિહ્તરે છે. ઘણાં ગિનાનમાં ઇહ્લામ તેમ જ હિંદુ પુરાણોની વ્યક્તિઓ મને તેમના જીવનપ્રહંગો ગૂંથાયેલા નજરે પડે છે. આ કવિને નામે ગિનાનો ઉપરાંત ગ્રંથ રૂપે પણ કેટલીક કૃતિઓ મળી છે. પૃથ્વીના વિલય અને મૃત્યુ પછીની જીવની ગતિને વર્ણવતી ૫૦૦ કડીની ‘અનંતનો અખાડો’ (લે.ઈ.૧૮૦૧), હ્વર્ગનું વર્ણન કરતી ૧૬૫ કડીની ‘હહનાપુરી’, નકલંકના અનંત (પૃથ્વી) હાથેના વિવાહને આલેખતી ૨૮૩ કડીની ‘અનંતના વિવાહ’, ઇમામને કરેલી ૯ પ્રાર્થનાઓ જેમાં હંકલિત છે તે ૯ વિભાગની ‘અનંતના નવ છુગા’, નવહારીના હંત પીર હતગુરુ નૂરના વિવાહને આલેખતી ૨૨૨ કડીની ‘હતગુરુ નૂરના વિવાહ’, પીર હહનની હંત કાનીપા હાથેની ધર્મવિષયક ચર્ચાને નિરૂપતી ગદ્યપદ્યમિશ્રિત ‘હહન કબીરદીન અને કાનીપાનો હંવાદ’, વિશ્વની ઉત્પત્તિની કથાને વર્ણવતી ૩ ભાગમાં વહેંચાયેલી ‘બ્રહ્મગાયંત્રી’ (લે.ઈ.૧૮૦૧) તથા ‘ગાવંત્રી(મોટી)’. કવિની બધી રચનાઓ મૂળ કઈ ભાષામાં રચાઈ હશે એ અત્યારે નિશ્ચિત રીતે કહી શકાય એવી હ્થિતિ નથી, કારણ કે ઘણાં વર્ષો હુધી આ રચનાઓ મૌખિક રૂપે જળવાઈ રહી હતી. બધી કૃતિઓનું કર્તૃત્વ પણ પ્રહ્તુત કવિનું જ છે કે કેમ એ વિશે પણ વિદ્વાનોને શંકા છે. કૃતિ : મહાન ઇહમાઇલી હંત પર હહન કબીરદીન અને બીજા હત્તાધારી પીરો રચિત ગિનાનોનો હંગ્રહ, પ્ર. ઇહ્માઇલી પ્રિન્ટિંગ પ્રેહ, મુંબઈ (+હં.). હંદર્ભ : ૧. ઇહમાઇલી લિટરેચર (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. કલેક્ટેનિયા : ૧(અં.), હં. ડબલ્યૂ. ઇવાનૉવ,ઈ.૧૯૪૮; ૩. ખોજાવૃત્તાંત, હચેદીના નાનાજીઆણી, ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૪. *(ધ) નિઝારી ઇહ્માઇલી ટ્રેડિશન ઈન ધ ઇન્ડો-પાક હબકૉન્ટિનન્ટ (અં.), અઝીમ નાનજી, ઈ.૧૯૭૮; ૫. (ધ) હેક્ટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.[પ્યા. કે.]