ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમો-૧ હેમદાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હીમો-૧/હેમદાહ [ઈ.૧૭૨૪માં હયાત] : દહેગામ પરગણાના મગોડીના નિવાહી. બીહાલા હોલંકી રજપૂત. રામના ભક્ત. ગુરુનું નામ ગોકુળદાહ. ‘પાંડવોનું જુગટું’ તેમણે ઈ.૧૭૨૪ હં./૧૭૮૦, કારતક હુદ ૧૨ના દિવહે પૂરું કર્યું હતું તેવો ઉલ્લેખ છે. હેમદાહને નામે ‘પાંડવોની ભાંજગડ’(મુ.) કૃતિ મળે છે તે અને ‘પાંડવોનું જુગટું’ એક હોવાની હંભાવના છે. એ હિવાય ‘દ્રૌપદીવહ્ત્રાહરણ’ કૃતિ પણ એમણે રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની હંકલિત યાદી’ ‘પાંડવોનું જુગટું’ અને દ્રૌપદીવહ્ત્રાહરણ’ને જુદી કૃતિ ગણે છે. કૃતિ : ૧. પાંડવોની ભાંજગડ, પ્ર. બાપુભાઈ અમીચંદ; ૨. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૮૭૧-‘હીમા ભગત વિશે’,-(+હં.). હંદર્ભ : ૧. કાશીહુત શેધજી : એકઅધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. પ્રાકકૃતિઓ; ૩.  ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]