ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનપ્રક્રિયા
Jump to navigation
Jump to search
જ્ઞાનપ્રક્રિયા(Cognition) : સાહિત્ય અને ભાષામાં મનોવિજ્ઞાનના સંદર્ભમાં પ્રયોજાતી સંજ્ઞા. જેના દ્વારા જીવિતો માહિતી મેળવે અથવા માહિતગાર થાય એવી કોઈ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણ(perception), અભિજ્ઞાન, કલ્પના, સ્મૃતિ, શીખવાની પ્રક્રિયા, વિચારણા, તર્ક વગેરેનો સમાવેશ થાય છે. આ ક્રિયા સાંવેગિક પ્રક્રિયાથી અલગ પ્રકારની છે.
હ.ત્રિ.