ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિદર્શના
Jump to navigation
Jump to search
નિદર્શના : સાદૃશ્યમૂલક અલંકાર. બે વાક્યાર્થ કે પદાર્થ વચ્ચે અશક્ય જણાતો સંબંધ જ્યારે તેમની વચ્ચે રહેલા સાદૃશ્યનું સૂચન કરે છે ત્યારે નિદર્શના અલંકાર થાય છે. આ સાદૃશ્ય ગમ્ય હોય છે; વાચ્ય નહિ. જેમકે ‘સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો રઘુવંશ ક્યાં અને મારી અલ્પ મતિ ક્યાં? મોહને કારણે હું નાની નૌકાથી દુસ્તર સાગર પાર કરવા ઇચ્છું છું.’ અહીં મારી બુદ્ધિથી રઘુવંશનું વર્ણન કરવું એ નાની નૌકાથી સમુદ્રને તરવાના પ્રયત્ન જેવું છે એમ સૂચિત થાય છે.
જ.દ.