ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુભાષાવાદ
Jump to navigation
Jump to search
બહુભાષાવાદ (Multilingualism) : લેખક એક કરતાં વધુ ભાષામાં લખતો હોય કે કોઈ ચોક્કસ કૃતિમાં એક કરતાં વધુ ભાષાનો વિનિયોગ થયો હોય, તો સાહિત્યિક પ્રક્રિયા સાથે એનો સંબંધ તપાસવો રસપ્રદ બને છે. ભારત જેવા દેશમાં બહુભાષી સમાજરચનાઓ હોય ત્યારે રાષ્ટ્રીય સાહિત્યની વ્યાખ્યા અઘરી બને છે.
ચં.ટો.