ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુગમ
Jump to navigation
Jump to search
યુગ્મ/પંક્તિદ્ધય(Couplet) : એકબીજાને અનુસરતી મુખ્યત્વે પ્રાસથી જોડાયેલી બે પંક્તિ. છાંદસ એકમ સાથે વિન્યાસ અને અર્થ પૂરા થતા હોય તો સંવૃત્ત યુગ્મ (close couplet) અને જો કોઈ મોટા એકમના માત્ર ભાગ રૂપે યુગ્મ આવતું હોય તો તે મુક્ત યુગ્મ (open couplet) કહેવાય છે. જેમકે સૉનેટને અંતે પંક્તિયુગ્મ અવશ્ય આવે છે : ઉમાશંકરના સૉનેટની છેલ્લી પંક્તિઓ જુઓ : ‘મળી ત્યારે જાણ્યું મનુજ મુજ શી પૂર્ણ પણ ના / છતાં કલ્પ્યાથી યે મધુરતર હૈયાની રચના.’
ચં.ટો.