ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લીલાનાટ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લીલાનાટ્ય/બનન્તી(Happening) : ૧૯૫૫ની આસપાસ ઍલન કેપ્રોફ નામના નાટ્યરસિક ચિત્રકારે આ સંજ્ઞા આપી. સહજ રીતે સ્ફુરેલા વસ્તુને આધારે તૈયાર કરવામાં આવતા નાટ્યપ્રયોગોને માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોનો અહીં મુક્તપણે વિનિયોગ કરાય છે. લીલાનાટ્યો/ ક્રીડાનાટ્યો રચનાર સર્જકો પર દાદાવાદ, ઍબ્સર્ડ તથા ‘સંપૂર્ણ કલાકૃતિ’ (Complete art-work)ની જર્મન વિભાવનાની અસર જોવામાં આવે છે. પ.ના.