ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/નાટક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫. નાટક
૧. શીર્ષક : ત્રણ નાટ્યકૃતિઓની પાત્રસૃષ્ટિ (‘સુમનલાલ ટી. દવે’, ‘પીળું ગુલાબ અને હું’ અને ‘નવલશા હીરજી’)
સંશોધક : ધીરુભાઈ આર. પઢિયાર
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ‘સુમનલાલ ટી. દવે’ (સુભાષ શાહ), ‘પીળું ગુલાબ અને હું’ (લાભશંકર ઠાકર) અને ‘હું નવલશા હીરજી’ (ચિનુ મોદી) એ ત્રણ આધુનિક નાટકોમાં નિરૂપાયેલ પાત્રસૃષ્ટિ વિશે અભ્યાસ રજૂ કર્યો છે. ત્રણે નાટ્યકારોના જીવન-સર્જનનો પરિચય કરાવી નાટકનું સ્વરૂપ, તેનાં લક્ષણો તથા ગુજરાતી નાટકની વિકાસરેખા રજૂ કરી છે. ઉપરોક્ત ત્રણેય નાટકોનો કથાસાર આપી તેમાં નિરૂપાયેલ મુખ્ય તથા ગૌણ સ્ત્રી-પુરુષ પાત્રોના વ્યક્તિત્વની આંતર-બાહ્ય લાક્ષણિકતાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૨. શીર્ષક : ત્રણ નાટ્યકૃતિઓની પાત્રસૃષ્ટિ (‘જાલકા’, ‘અશ્વમેઘ’, ‘ઔરંગઝેબ’)
સંશોધક : બિપિન જી. વણકર
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ત્રણ ખંડમાં વિભાજિત છે. પ્રથમ ખંડના ‘અ’ વિભાગમાં ડૉ. ચિનુ મોદીનાં જીવન, શિક્ષણ અને અન્ય ક્ષેત્રે કરેલ પ્રદાન વિશે વાત કરી છે. ‘બ’ વિભાગમાં કવિતા, નવલકથા, એકાંકી, નાટક અને અન્ય સાહિત્ય સ્વરૂપોમાં આપેલ પ્રદાન વિશે ચર્ચા કરી છે. બીજા ખંડમાં ‘અ’ વિભાગમાં નાટકનું સ્વરૂપ અને તેનાં ઘટક તત્ત્વો વિશેની ચર્ચા જ્યારે ‘બ’ વિભાગમાં નાટકની વિકાસરેખા દર્શાવાઈ છે. ત્રીજા ખંડમાં ‘અ’ વિભાગમાં ડૉ. ચિનુ મોદીના ‘જાલકા’ નાટકની પાત્રસૃષ્ટિ, ‘બ’ વિભાગમાં ‘અશ્વમેઘ’ નાટકની પાત્રસૃષ્ટિ, ‘ક’ વિભાગમાં ‘ઔરંગઝેબ’ નાટકની પાત્રસૃષ્ટિનું આલેખન છે. છેલ્લે ઉપસંહાર મૂક્યો છે. અંતમાં સંદર્ભગ્રંથ સૂચિ આપવામાં આવી છે.

૩. શીર્ષક : પ્રાગજી ડોસાકૃત ત્રણ નાટ્યકૃતિઓની પાત્રસૃષ્ટિ (‘મંગલ મંદિર’, ‘મનની માયા’, ‘જેવી છું તેવી’)
સંશોધક : વિપુલકુમાર આર. પટેલ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૩

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે ખંડમાં વિભાજિત છે. ગુજરાતી ભાષાના ઉત્તમ નાટ્યકાર પ્રાગજી ડોસાનાં ઉપરોક્ત ત્રણેય નાટકોમાં નિરૂપાયેલ પાત્રસૃષ્ટિને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં ગુજરાતી નાટકનો ઉદ્ભવ, સ્વરૂપ, લક્ષણોનો પરિચય આપી, ગુજરાતી નાટકની વિકાસરેખા રજૂ કરી છે. ઉપરોક્ત ત્રણે નાટકોનો વસ્તુસાર રજૂ કરી તેમાં નિરૂપાયેલાં મુખ્ય તથા ગૌણ સ્ત્રી-પુરુષ પાત્રોનાં આંતર-બાહ્ય સંચલનોને ઉદાહરણ સાથે રજૂ કર્યા છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૪. શીર્ષક : ત્રણ નાટ્યકૃતિઓની પાત્રસૃષ્ટિ (‘ધરાગુર્જરી’, ‘વાહ રે મેં વાહ’, ‘સિકંદર સાની’)
સંશોધક : કનુભાઈ બી. વસાવા
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૩

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ત્રણ ખંડમાં વિભાજિત છે. શોધકર્તાએ ‘ધરાગુર્જરી’ (ચં. ચી. મહેતા), ‘વાહ રે મેં વાહ’ (ક.મા.મુનશી) તથા ‘સિકંદર સાની’ (રઘુવીર ચૌધરી) એ ત્રણ નાટ્યકૃતિઓમાં નિરૂપાયેલાં પાત્રોનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રથમ ખંડમાં નાટકનું સ્વરૂપ, ઉદ્ભવ અને લક્ષણોનો પરિચય આપી ગુજરાતી નાટકની વિકાસરેખા રજૂ કરી છે. ત્યાર બાદ ઉપરોક્ત ત્રણેય સર્જકોના જીવન-સર્જનનો પરિચય કરાવી ત્રણે નાટકોના કથાવસ્તુનો સાર રજૂ કર્યો છે. ઉપરોક્ત ત્રણેય નાટકોમાં નિરૂપાયેલાં મુખ્ય તથા ગૌણ સ્ત્રી-પુરુષ પાત્રોના વ્યક્તિત્વની આંતર – બાહ્ય રેખાઓનો પરિચય રજૂ કર્યો છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૫. શીર્ષક : હસમુખ બારાડીનાં ત્રણ નાટકોની પાત્રસૃષ્ટિ (‘એકલું આકાશ’, ‘કાળો કામળો’, ‘જશુમતી કંકુવતી’)
સંશોધક : મહેશ જાદવ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૪

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે ખંડમાં વિભાજિત છે. આધુનિક નાટ્યકાર હસમુખ બારાડીનાં ઉપરોક્ત ત્રણે નાટકોમાં નિરૂપાયેલ પાત્રસૃષ્ટિને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં નાટકનો ઉદ્ભવ, સ્વરૂપ તથા તેનાં લક્ષણોનો પરિચય આપી ગુજરાતી નાટકની વિકાસરેખા દર્શાવી છે. હસમુખ બારાડીનાં જીવન સર્જનની ઝાંખી રજૂ કરી છે. ઉપરોક્ત ત્રણેય નાટકોના કથાવસ્તુનો પરિચય કરાવી તેમાં નિરૂપાયેલ મુખ્ય તથા ગૌણ પાત્રોની આંતર-બાહ્ય લાક્ષણિકતાઓ વિગતે રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૬. શીર્ષક : ચં.ચી. મહેતાકૃત ત્રણ નાટ્યકૃતિઓનું પાત્રચિત્રણ (‘ત્રિયારાજ’, ‘હોહોલિકા’, ‘અંદર-અંદર’)
સંશોધક : અશ્વિનભાઈ એસ. વસાવા
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૪

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે ખંડમાં વિભાજિત છે. ગુજરાતી નાટ્યકાર ચંદ્રવદન ચી. મહેતાનાં ઉપરોક્ત ત્રણે નાટકોમાં નિરૂપાયેલ પાત્રસૃષ્ટિને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં ગુજરાતી નાટકનો ઉદ્ભવ, સ્વરૂપ તથા તેનાં લક્ષણો દર્શાવી ગુજરાતી નાટકની વિકાસરેખા આલેખી છે. ત્યાર બાદ ચં.ચી. મહેતાના જીવન તથા સર્જનનો પરિચય રજૂ કર્યો છે. ત્રણેય નાટકોના કથાવસ્તુનો સાર આપી ત્રણે નાટકોમાં નિરૂપાયેલ મુખ્ય તથા ગૌણ સ્ત્રી-પુરુષ પાત્રોની આંતર-બાહ્ય લાક્ષણિકતાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૭. શીર્ષક : કનૈયાલાલ મુનશીકૃત ત્રણ નાટ્યકૃતિઓનું પાત્રાલેખન (‘આજ્ઞાંકિત’, ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’, ‘છીએ તે જ ઠીક’)
સંશોધક : અશોક બી. ચૌધરી
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૪

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે ખંડમાં વિભાજિત છે. ગુજરાતી સર્જક કનૈયાલાલ મુનશીનાં ઉપરોક્ત ત્રણે નાટકોમાં નિરૂપાયેલ પાત્રસૃષ્ટિને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં નાટકનો ઉદ્ભવ, સ્વરૂપ, તેનાં લક્ષણો દર્શાવી ગુજરાતી નાટકની વિકાસરેખા રજૂ કરી છે. કનૈયાલાલ મુનશીનાં જીવન-સર્જનનો પરિચય કરાવી ઉપરોક્ત ત્રણેય નાટકોના કથાવસ્તુનો સાર રજૂ કર્યો છે. આ નાટકોમાં નિરૂપાયેલ મુખ્ય તથા ગૌણ પાત્રોની સ્વભાવગત આંતર-બાહ્ય લાક્ષણિકતાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૮. શીર્ષક : ત્રણ નાટ્યકૃતિઓની પાત્રસૃષ્ટિ (‘આ માણસ મદ્રાસી લાગે છે’, ‘ખગ્રાસ’, ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા?’)
સંશોધક : ઉરેશકુમાર યુ. ગામીત
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૪

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે ખંડમાં વિભાજિત છે. આધુનિક નાટ્યકાર સિતાંશુ યશશ્ચંદ્ર મહેતાનાં ઉપરોક્ત ત્રણે નાટકોમાં નિરૂપાયેલ પાત્રસૃષ્ટિને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં નાટકનો ઉદ્ભવ, સ્વરૂપ, તેનાં લક્ષણો દર્શાવી ગુજરાતી નાટકની વિકાસરેખા રજૂ કરી છે. સિતાંશુ મહેતાનાં જીવન-સર્જનનો પરિચય આપી ઉપરોક્ત ત્રણે નાટકોના કથાવસ્તુનો સાર રજૂ કર્યો છે. ત્રણે નાટકોમાં આલેખાયેલાં મુખ્ય તથા ગૌણ સ્ત્રી-પુરુષ પાત્રોની સ્વભાવગત આંતર-બાહ્ય લાક્ષણિકતાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભેસૂચિ આપી છે.

૯. શીર્ષક : કવિ ચિત્રકાર શ્રી ફૂલચંદભાઈ શાહકૃત ત્રણ નાટ્યકૃતિઓની પાત્રસૃષ્ટિ (‘મુદ્રાપ્રતાપ’, ‘વિશ્વધર્મ’, ‘સૂરજમણિ’)
સંશોધક : મનોજ કે. સોલંકી
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૦૮

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે ખંડમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ ખંડમાં ‘અ’ અને ‘આ’ એમ બે વિભાગ છે. ‘અ’ વિભાગમાં નાટકનું સ્વરૂપ અને ઘટકતત્ત્વો તથા જૂની રંગભૂમિના ઉદ્ભવ અને વિકાસ અંગે સંક્ષેપમાં ખ્યાલ આપ્યો છે. ‘આ’ વિભાગમાં કવિ ચિત્રકાર શ્રી ફૂલચંદભાઈ શાહનાં જીવન-કવન વિશેનો પ્રાથમિક પરિચય આપ્યો છે. ખંડ બેમાં ‘અ’, ‘આ’, ‘ઈ’ એમ ત્રણ પેટાવિભાગો છે. તેમાં ‘અ’માં ‘મુદ્રાપ્રતાપ’ નાટકનાં કથાવસ્તુ અને પાત્રસૃષ્ટિનું આલેખન કરવામાં આવ્યું છે. ‘આ’ વિભાગમાં શ્રી ફૂલચંદભાઈ શાહકૃત ‘વિશ્વધર્મ’ નાટકનાં કથાવસ્તુ અને પાત્રસૃષ્ટિનું આલેખન છે. જ્યારે ‘ક’ વિભાગમાં ફૂલચંદ શાહકૃત ‘સુરજમણિ’ નાટકમાં આવતાં પાત્રોનું આલેખન કર્યું છે. અને અંતે ‘મુદ્રાપ્રતાપ’, ‘વિશ્વધર્મ’ અને ‘સૂરજમણિ’ નાટકમાં આવતા મુખ્ય પુરુષપાત્રો અને ગૌણ પુરુષપાત્રો તેમજ સ્ત્રી મુખ્યપાત્રો અને સ્ત્રી ગૌણપાત્રોની છણાવટ કરવામાં આવી છે.

૧૦. શીર્ષક : કવિ ચિત્રકાર શ્રી ફૂલચંદભાઈ શાહકૃત ત્રણ નાટ્યકૃતિઓની પાત્રસૃષ્ટિ (‘મહાસતી અનસૂયા’, ‘સુકન્યા સાવિત્રી’, ‘રાગવિરાગ : શુકદેવજી’)
સંશોધક : શાહીન જી. શેખ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૦૯

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે પ્રકરણમાં વિભાજિત છે. જેમાં કવિ ચિત્રકાર શ્રી ફૂલચંદભાઈ શાહનાં ત્રણ નાટકોની પાત્રસૃષ્ટિ રજૂ થઈ છે. પ્રથમ પ્રકરણમાં કવિ ચિત્રકાર શ્રી ફૂલચંદભાઈ શાહના જીવન-કવન વિશેનો પ્રાથમિક પરિચય અપાયો છે. બીજાં પ્રકરણમાં ‘મહાસતી અનસુયા’, ‘સુકન્યા સાવિત્રી’, ‘રાગવિરાગ : શુકદેવજી’ વગેરે નાટકોનાં કથાવસ્તુ અને પાત્રાલેખનની વિચારણા થઈ છે. પાત્રાલેખનમાં પ્રથમ પુરુષપાત્રો અને પછી સ્ત્રીપાત્રોની વાત થઈ છે. અંતે સમગ્રલક્ષી તારણો અને ઉપસંહાર રજૂ થયાં છે.

૧૧. શીર્ષક : રંગભૂમિ વિષયક ગુજરાતી નાટ્ય – એક અધ્યયન
સંશોધક : રાગિણી કે. કડિયા
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૦૯

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર ખંડમાં વિભાજિત છે. પ્રથમ ખંડમાં નાટકનાં દૃશ્યોની સાથોસાથ અભિનયકલા અને તખ્તા આયોજન તથા સામયિક, રંગભૂમિ, કલાકાર વિશેની સમજૂતી આપી છે. બીજા ખંડમાં ‘ઇતિહાસની દૃષ્ટિએ’નાં લેખો અને વિવિધ લેખકોએ કરેલ અલગ-અલગ વિષયોનાં ‘ચર્ચાલેખો’ તથા ‘નાટ્ય અને નાટ્યકાર’ લેખોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. અહીં રંગભૂમિ-જગતમાં બનતી અવનવી ઘટનાઓ સંદર્ભે લેખો પણ સાંપડે છે. ત્રીજાં પ્રકરણમાં પ્રશ્નોત્તરી, ‘વ્યક્તિ પરિચય’, ‘મુલાકાત લેખો’, ‘સંસ્થા પરિચય’ના લેખો, ‘ગુજરાતી નાટ્યમંડળની પ્રવૃત્તિઓ’ અને ‘પ્રાસંગિક નોંધો’નાં લેખોને આવરી લઈને રંગભૂમિ અને સાહિત્ય જગતની વિખ્યાત વ્યક્તિઓનો પરિચય આપ્યો છે. ચોથાં પ્રકરણમાં ‘સર્જન અને સમીક્ષા’ તથા ‘સંચય’ના લેખો છે. જેમાં અનુક્રમે નવા પુસ્તકોની નોંધ તેમજ વિદેશી રંગભૂમિના મહત્ત્વની વાત થઈ છે.

૧૨. શીર્ષક : ટી.એમ.સી.’ (થિએટર મીડિયા સેન્ટર) નાટ્યસંસ્થા અને તેમાં ભજવાયેલાં નાટકો : એક અધ્યયન
સંશોધક : પિનાકીન કે. સોલંકી
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૧૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણમાં વિભાજિત છે. પ્રથમ પ્રકરણમાં ગુજરાતી રંગભૂમિનો ઉદ્ભવ અને તેની વિકાસરેખા આલેખી છે. બીજાં પ્રકરણમાં ટી.એમ.સી. નાટ્યસંસ્થાના સ્થાપક શ્રી હસમુખ બારાડીનો તથા સંસ્થાનો પરિચય અપાયો છે. ત્રીજાં પ્રકરણમાં ટી.એમ.સી.એ ભજવેલા નાટકોને બે વિભાગમાં વહેંચીને પરિચય કરાવવામાં આવ્યો છે. પ્રથમ વિભાગમાં ૧૦ નાટકો છે. ‘આખું આયખું ફરીથી’, ‘એકલું આકાશ’, ‘ઊંચો પર્વત, ઊંડી ખીણ’, ‘કાળો કામળો’, ‘ખુશનુમા ખયાલનો ખેલ’, ‘જનાર્દન જોસેફ’, ‘જશુમતી-કંકુવતી’, ‘રાઈનો દર્પણરાય’, ‘શકાર’ અને ‘હું જ સીઝર છું, ને હું જ બ્રુટ્સ છું’ જેવાં નાટકોમાં પાત્રોના અભિનય, વેશભૂષા, રંગભૂષા, પ્રકાશ, ધ્વનિ વગેરે નાટ્યપ્રવૃત્તિઓની ટેકનીક દ્વારા રંગમંચ પર નાટકને જીવંત બનાવી શકાયાં છે તેની વાત થઈ છે. ખંડ-૨માં છ નાટકોનો સમાવેશ કર્યો છે. જેમાં ‘પછી અમે તો છુટ્ટા!’, ‘ફલાણાભાઈ ઢીંકણાભાઈ’, ‘મહેમાન’, ‘મારે એક પથ્થર જોઈએ છે’, ‘સો કુંડો વચ્ચે ગાંધારી’ અને ‘શિક્ષણ ઉર્ફે યાહૂ’નો સમાવેશ કર્યો છે. આ નાટકોની પ્રાથમિક માહિતી અપાઈ છે. નાટકના લેખક કોણ? દિગ્દર્શક કોણ? કેટલાં પ્રયોગ થયાં? ક્યાં ભજવાયું? વગેરેની વાત કરી છે. ચોથાં પ્રકરણમાં ઉપસંહાર રજૂ થયો છે.

૧૩. શીર્ષક : દર્પણ’ સંચાલિત નાટ્યવિભાગ દ્વારા ભજવાયેલાં નાટકો : એક અધ્યયન
સંશોધક : વાસુર બી. ડાંગર
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૧૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણમાં વિભાજિત છે. આ શોધનિબંધમાં ‘દર્પણ’ સંસ્થા દ્વારા થયેલા નાટ્યપ્રયોગોની વાત થઈ છે. પ્રથમ પ્રકરણમાં ગુજરાતી રંગભૂમિનો ઉદ્ભવ-વિકાસ આલેખાયો છે, જેમાં ભવાઈથી માંડીને અત્યાર સુધી જે જે નાટ્યમંડળીઓ અને નાટ્યસંસ્થાઓ અસ્તિત્વમાં આવી, તેના સ્થાપક, સ્થાપના-વર્ષ, તેમાં ભજવાયેલ નાટકો વગેરે બાબતો ધ્યાનમાં રાખીને ઐતિહાસિક અભિગમથી પરિચય કરાવાયો છે. પ્રકરણ-૨માં ‘દર્પણ’ સંસ્થાના સ્થાપક શ્રી મૃણાલિનીબહેન સારાભાઈ અને વર્તમાન નિયામકશ્રી મલ્લિકાબહેન સારાભાઈનો વિસ્તૃત પરિચય કરાવાયો છે. તે ઉપરાંત સંશોધકે ‘દર્પણ’ની સ્થાપના, સંસ્થામાં ભજવાયેલ નાટકો વગેરેની રૂબરૂ માહિતી મેળવીને અહીં રજૂ કરી છે. પ્રકરણ-૩માં ‘દર્પણ’માં ભજવાયેલાં નાટકોની વાત થઈ છે. અત્યાર સુધી ૧૫૦ જેટલાં નાટકો ભજવાયા છે. તેમાંથી ૨૪ જેટલાં નાટકો પસંદ કરી અહીં રજૂ થયાં છે. આ નાટકોના અભિનય, સંવાદ, રંગભૂષા, સંગીત, પ્રકાશ વગેરે બાબતો ધ્યાનમાં રાખી તેનું સામ્ય-વૈષમ્ય તપાસાયું છે. ભજવણી કરતી વખતે કઈ બાબત પર વધુ ધ્યાન આપવું અને કઈ બાબત પર ઓછું ધ્યાન આપવું વગેરેની માહિતી પણ અહીં અપાઈ છે. અંતે સમગ્રલક્ષી ઉપસંહાર રજૂ થયો છે.

૧૪. શીર્ષક : કોરસ’ નાટ્યસંસ્થા અને તેમાં ભજવાયેલાં નાટકો : એક અધ્યયન
સંશોધક : સંજય બી. પરમાર
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૧૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધમાં ચાર વિભાગો છે. પ્રથમ પ્રકરણમાં ગુજરાતી રંગભૂમિનો ઉદ્ભવ અને વિકાસ આલેખાયો છે. જેમાં ભવાઈથી માંડીને વિવિધ નાટ્યસંસ્થાઓ અને દિગ્દર્શકો, કલાકારો વગેરેનો ઐતિહાસિક ક્રમમાં પરિચય આપ્યો છે. પ્રકરણ-રમાં ‘કોરસ’ સંસ્થા અને તેના સ્થાપક શ્રી નિમેષ દેસાઈનો વિસ્તૃત પરિચય અપાયો છે. આ સંસ્થાના નેજા હેઠળ શ્રી નિમેષ દેસાઈએ ભજવેલાં નાટકો તેમજ સંસ્થાની નાટ્યેતર પ્રવૃત્તિનો શક્ય તેટલો પરિચય આપવાનો પ્રયાસ થયો છે. સંશોધકે શ્રી નિમેષ દેસાઈની રૂબરૂ મુલાકાત દ્વારા સંસ્થાનો પરિચય મેળવ્યો છે. પ્રકરણ-૩માં ‘કોરસ’ નાટ્યસંસ્થામાં ભજવાયેલા નાટકોનો પરિચય કરાવ્યો છે. ૧૭ જેટલાં નાટકોનો સંપૂર્ણ પરિચય તેના અપાયો છે. ભજવણીની બાબતોમાં શેનું પ્રાધાન્ય રાખવું, કઈ બાબત ગૌણ ગણાય તેની માહિતી આપવાનો પ્રયાસ પણ અહીં થયો છે. પ્રકરણ-૪માં સમગ્ર સંશોધનનાં તારણો ઉપસંહાર રૂપે રજૂ થયાં છે.