ચૂંદડી ભાગ 1/92.કિયા ભાઈની વાડીમાં
Jump to navigation
Jump to search
92
કોઈ ટીખળી કવિએ આ ગ્રામ્ય વર-વહુના પ્રણય-સંસારનું આટલું વિનોદભર્યું ચિત્ર આલેખી નાખ્યું :
કિયા ભાઈની વાડીમાં અગરચંદણનું ઝાડ હોય રાયા!
કિયે તે સુતારે અગર ચંદણ વેરિયાં રે
કિયા ભાઈની મેડીમાં શેરડીઉં ચુસાય હો રાયા!
કયી વહુને કોણીએ રેગાડા ઊતરે રે.
કિયા ભાઈની મેડીમાં રમક ઝમક થાય હો રાયા!
કયી વહુને પગે ઝાંઝર ઝમઝમે રે.
કિયા ભાઈની મેડીમાં કુલેરું ચોળાય હો રાયા!
કયી વહુના મોઢે તે માખિયું બણબણે રે.
કિયા ભાઈની મેડીમાં ઢીંકાપાટુ થાય હો રાયા!
કયી વહુને વાંસે સબોટા ઊઠિયા રે.