આ શી તારી માયા? રે ઓ છલનામયી છાયા! તું ઘડી આથમણે છાઈ, તો ઘડી ઉગમણે ધાઈ; રમણાને રંગ ન્હાઈ તારી ચંચલ કોમલ કાયા! તું જીવને શીદ ઝુલાવે? ને ભુલામણીમાં ભુલાવે? શું હેતમાં આમ હુલાવે? તું તો પ્રકાશની છો જાયા! ૧૯૪૬