તારાપણાના શહેરમાં/નીલકંઠી ક્ષણો
Jump to navigation
Jump to search
નીલકંઠી ક્ષણો
એક ઝાકળના ટીપાને દરિયે હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે
જાણવાના પ્રયત્નો ન કરીએ હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે
નીલકંઠી ક્ષણો શેષ રહી છે હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે
સહુ ક્ષિતિજોને ઓળંગી જઈએ હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે
આપણે ક્યાંય મળીએ ન મળીએ હવે
ચાલ આકાશ પાતાળ રમીએ હવે