દોસ્તોએવ્સ્કી/4

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઇડિયટ’-એક અભ્યાસ

આપણા યુગમાં જ્યારે માનવીનો ચહેરોમહોરો ભુંસાઈ ગયો હોય, વિજ્ઞાન અને ટ:કનોલોજીની શોધખોળોને પરિણામે જન્મેલી વિરાટ યાંત્રિકતાની પડછે માનવી જ્યારે નિઃશેષ થઈ જવાની અણી પર આવી પહોંચ્યો હોય, જીવનના એકેએક ક્ષેત્ર જ્યારે દૂષિતતા, દુરિતનું સામ્રાજ્ય વ્યાપી ચૂક્યું હોય ત્યારે એમાંથી મુક્તિ કદી શક્ય જ નથી એમ સાવ નિરાશ થઈને માની લઈએ, છતાંય ણ્દયનો કોઈ ખૂણો, ચેતનાનો કોઈ અગોચર અંશ આ દબ્રિતમાંથી, આ રૌરવ નરકની યાતનામાંથી મુક્તિ અપાવે એવા મુક્તિદાતાની ઝંખના તો કરે જ છે. આ ઝંખનાના પ્રાગટ્યની સાથે જ દોસ્તોએવ્સ્કીની ‘ધ ચ્ડિયટ’ યાદ આવી જાય. જંતુની જેમ દરમાં ભરાઈ રહેનારા માનવીનું ચિત્ર એક બાજુએ તેણે આલેખી આપ્યું, તો બીજી બાજુએ આવાં જંતુઓથી ખદબદતાં માનવીઓની વચ્ચે સો ટચના માનવીનું ચિત્ર પણ ‘ધ ચ્ડિયટ’ના મિશ્કીન દ્વાર્ય આલેખી આપ્યું. ‘ધ બ્રધર્સ કારામઝોવ’ના ‘ધ ગ્રાન્ડ ચ્હકવીઝીટર’ નામના પ્રકરણમાં તો ઈસુના પુનરવતારની કલ્પિત વાર્તા આલેખવામાં આવી છે. પરંતુ ધારો કે આપણા યુગમાં ઈશ્વરનો પુનરવતાર થાય તો ઈશ્વર સુધ્ધાં આ બગડી ગયેલી દુનિયાનો ચહેરોમહોરો સુધારી શકશે કે કેમ તે પણ એક યક્ષપ્રશ્ન છે. ‘ધ ચ્ડિયટ’ નવલકથાનો નાયક ઈસુની કક્ષાનો છે, સંત છે, સજ્જન છે; ઉદાર, પ્રામાણિક છે, ‘પતિત દેવદૂત’નો ઉદ્ધાર કરવા માટે બધાદ્વનો, આત્મીયોનો સુધ્ધાં શાપ વહોરી લેવાની તત્પરતા બતાવે છે. આમ છતાં તે જે જગતનો ઉદ્ધાર કરવા માટે આવી ચડ્યો છે તે જગત તેને સ્વીકારવા માંગતું નથી. શા માટે? સંત જેવી વ્યક્તિતા ધરાવતા માનવીની નિયતિમાં પણ નિર્વાસન જ શા માટે લખાયું હોય છે? શા માટે અ્યવો માનવી પણ પોતાના લક્ષ્યમાં નિષ્ફળ જાય છે? આવા પ્રશ્નોની આસપાસ ુમરાતી આ નવલકથામાં દોસ્તોએવ્સ્કીએ પોતાના અંગત આશાવાદને બાજુએ રાખ્યો છે અને બીજી નવલકથાઓ ધક્રાચ્મ અ:ન્ડ પનિશમેન્ટ’ કે ‘ધ બ્રધર્સ કારામઝોવ’માં કળાત્મકતાનો જે ભોગ આપવો પડ્યો છે તેમાંથી આ નવવ્કથા બચી જાય છે. આ નવલકથામાં સ્થાન પામેલી સૃષ્ટિ નાયકને કહૃબ્ણ ભૂમિકાએ પહોંચાડી આપે છે. એ સિવાય આવા માનવીની પણ નિયતિ બીજી કશી છે જ નહિ એ નિરૂપવા માટે ઉચિત સંદર્ભ અને પરિપ્રેક્ષ્ય પૂરા પાડ્યા છે. આ નવલકથા પુસ્તકાકારે તો પ્રગટ થઈ ઈ.સ.૧૮૭૪માં પણ છેક ૧૮૬૮થી લખાવા માંડેલી આ નવલકથા પાછળ લેખકે ભારે પુરુષાર્થ ખેડ્યો હતો. તેની અંગત ચ્ચ્છા તો ‘a truly beautiful soul’નું આલેખન કરવાની હતી. એક બાજુએ કૌટુમ્બિક જીવનની યાતનાઓ અને બીજી બાજુએ તત્કાલીન યુગમાં પ્રવર્તતાં વિનાશક પરિબળો અને રોગિષ્ઠ મનોબળ ધરાવતી પ્રજા આવા વાતાવરણમાં આશાનો સંચાર કરાવતી આ નવલકથા પ્રત્યે દોસ્તોએવ્સ્કીને અંગત મમત્વ વિશેષ હતું. બીજી નવલકથાઓની જેમ આ નવલકથાની પ્રેરણા પણ તેને કાઢ્ઢર્ટમાં ચાલેલા મુકદ્દમામાંથી મળી હતી. આમેય જીવનની ક્ષુદ્ર લાગતી વીગતોમાં તેને ભારે રસ પડતો હતો. પરદેશમાં રહીનેય રશિયાનાં વર્તમાનપત્રો ખાઉધરાં બનીને વાંચતો હતો, અને એમાંથી પોતાની વાર્તાઓ માટે સામગ્રી મેળવતો હતો. ઉમેટસ્કી નામના જાગીરદારની પંદર વર્ષની દીકરી ઓલ પર ઘરની માલમિલકત સળગાવી મૂકવા બદલ કાઢ્ઢર્ટમાં કેસ ચાલ્યો. ઓલ્ગાની જુબાની પરથી ખબર પડી કે તેનાં માબાપે તેની સાથે ક્રૂર વર્તાવ દાખવ્યો હતો. આવા વર્તાવને કારણે ઓલ્ગાના ચિત્તમાં અપરાધનાં બી વવાયાં હતાં. આ ઘટનામાં રસ લઈને દોસ્તોએવ્સ્કીએ ‘ધ ચ્ડિયટ’નો મુઙ્ખદ્દો પણ ડી કાઢ્યો. પીટ્સબર્ગના ગરીબ બુર્ઝવા કુટુમ્બનો વઞ્ીલ ચોરી કરે છે. બે દીકરાઓમાં મોટો દીકરો દેખાવડો છે અને કવિ પણ છે; જ્યારે નાનો દીકરો મૂરખ છે. બધાના ઝ્રતરસ્કારનો તે ભોગ બને છે. મિગ્નોન નામની ચોતરફથી તિરસ્કૃત થયેલી કન્યા મોટા દીકરાને ચાહે છે, અને સાથે સાથે મૂરખ પ્રત્યે ઊંડે ઊંડે તેને આકર્ષણ પણ છે, જ્યારે મૂરખ દીકરા પર તેના બાપે કરેલી ચોરીનું આળ ચઢાવવામાં આવે છે ત્યારે તે ઘરમાંથી નીકળી જઈને મિગ્નોન પાસે આશ્રય યાચે છે. આ માળખાને દોસ્તોએવ્સ્કી જુદી જુદી રીતે તપાસે છે, અને એમ કરતા જતાં તે આઠ વખત આ નવલકથા લખવાનો પ્રયત્ન કરે છે. લખવા ધારેલી નવલકથામાં તે પ્રેમ અને ઈર્ષા તથા વિરાટ અભિમાન અને તિરસ્કારને એકાકાર કરી દઈને વર્તમાન પેઢીને કશામાં જ શ્રદ્ધા નથી એનું સૂચન પણ તે કરવા માગતો હતો. સાતમા પ્રયત્ન વખતે તે પ્રશ્ન પૂછે છે: Who is he? A fearful scoundrel or a mysterious ideal? છેવટે તે નાયકને ‘Simple-minded Christian’ તરીકે ઓળખાવે છે. ‘નવલકથામાં વ્યક્ત થયેલો વિચાર મારો ખૂબ જ પ્રિય વિષય હતો, પણ તેને શબ્દસ્થ કરતાં હું અચકાતો હતો. હું આ નવલકથામાં ‘Simple-minded Christian’ આલેખવા માગતો હતો. આ સમસ્ય્ય કપરી છે. આખાય જગતમાં આવો તો એક જ માનવી અને તે ઈસુ ખ્રિસ્ત. યુરોપિયન સાહિત્યમાં ડોન કિહોટેનું પાત્ર ઈસુને મળતું આવે છે. ડિકન્સના પિકવીક કે હ્યુગોના જ્યારે વાલેજી જેવું પાત્ર હું ચિતરવા માગતો નથી. મારે કૈક જુદું જ ચિતરવું છે અને એટલે જ મને ભય છે કે હું સંપૂર્ણપણે નિષ્ફળ જઈશ.’ દોસ્તોએવ્સ્કીની દ્વિધા સમજી શકાય એવી છે, કારણ કે એવા પાત્રને અનુરૂપ જો સંદર્ભ રચાયો ન હોય તો એ પાત્ર ‘સદ્ગુણોના કોથળા’ જેવું બની જાય. આ પાત્રને વાસ્તવિક બનાવવા માટે મૂર્ખતા હિસ્ટીરિયા, પ્રમાણભાનના વિવેકનો અભાવ જેવા થોડા અવગુણો મૂકીને તેની પડછે લોભ, વાસના, પાપથી ખદબદતું નરક મૂકી આપ્યું તો ખરું, પણ દોસ્તોએવ્સ્કીને આનાથી સંતોષ ન થયો. નવલકથાના વૈચારિક પાસા પરત્વે ધારેલી સિદ્ધિ ન મળ્યાનો તેને વસવસો રહી ગયો હતો. પણ કદાચ એ સિઝ્રદ્ધ મેળવવા જાત તો કળ્યત્મકતાનો ભોગ આપવો પડત.

જે માનવીય ગૌરવ અને વ્યક્તિત્વના હ્રાસની ચર્ચા આજે જોરશોરથી સર્જનક્ષેત્રે અને વૈચારિક ક્ષેત્રે ચાલી રહેલી છે તે વીસમી સદીની નીપજ છે એમ માનવું ભ્રામક છે. છેક અઢારમી સદીથી જ માનવીનો ચહેરો ધૂંધળો થવા માંડ્યો હતો. ઔદ્યોગિક ક્રાન્તિ, રાજકીય ક્રાન્તિઓ અને સામાજિક પરિવર્તનોએ એકી સાથે કાવતરું કરીને માનવી પાસેથી તેના સ્વત્વને છીનવી લેવાના પ્રયત્નો કરવ્ય માંડ્યા હતા. એટલું જ નહીં કર્તવ્ય, માનવ્યમાં શ્રદ્ધા રાખતો માનવી તો બહુ પહેલેથી જ એકલોઅટૂલો રહ્યો છે. આવા માનવીની નિયતિમાં તેની સંવેદનાની અતિમાત્રાને કારણે વિષાદ અને યાતના જ નિર્માયેલાં છે. જે પોતાની જાતને માનવી કહેવડાવે છે, જે પશુતાની વચ્ચે ઘેરાયેલો હોવા છતાં પોતાના માનવ્યને ટકાવી રાખવાનો અડગ નિધાઉંર કરીને પોતાના સર્વસ્વનો ત્યાગ કરી દેતાં સહેજ પણ અચકાતો નથી, એવા આ ગુફાવાસી માનવીની પહેલવહેલી છબી દોસ્તોએવ્સ્કીએ મિશ્કીનના પાત્ર ૃારા આલેખી આપી. માનવીય ગૌરવની પ્રતિષ્ઠા માટેના મરણિયા પુરુષાર્થની નવલકથા ‘ધ ઇડિયટ’ છે, એમ જ્યારે મરે ક્રીગર કહે છે ત્યારે તેમની સાથે અસંમત થવાને કોઈ કારણ આપણને મળતું નથી. દોસ્તોએવ્સ્કીની બીજી નવલકથાઓની જેમ આ નવલકથા દળદાર છે, પણ આ દળ ઠાંસીઠાંસીને ભરેલી સંખ્યાબંધ ઘટનાઓને કારણે પ્રગટેલું નથી. અહીં તો બહુ ઓછાં દૃશ્યો યોજવામાં આવ્યાં છે. ઘણાં બધાં દૃશ્યોવાળી નવલકથામાં લેખકનું ધ્યાન સ્થૂળ કાર્યો પર જ કેન્દ્રિત થાય છે. પાત્રોના વ્યક્તિત્વની રેખાઓ પૂરેપૂરી સાકાર થઈ શકતી નથી. નવલકથાનો પહેલો ખંડ જ દોસ્તોએવ્સ્કીની સમગ્ર સજઉંનશક્તિની પૂરેપૂરી શક્યતાઓ પ્રગટ કરી આપે છે. ખાસ્સાં એકસો એંસી જેટલાં પૃષ્ઠોવાળા આ ખંડમાં સોળસત્તર કલાકમાં બનતી ઘટનાઓ આલેખવામાં આવી છે, અને આખો ખંડ પાંચ દૃશ્યોમાં વહેંચાયેલો છે. આ ખંડમાં સમયની ગતિને થંભાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લેખક આપણને નાયકની સાથે સાથે ફેરવે છે, તેની પ્રત્યેક માનસિક અને ભૌતિક ઘટનાઓના સાક્ષી બનાવે છે. આપણે અકળાઈ જઈએ, રૂદ્વધાઈ ઊઠીએ, ચિત્કારી ઊઠીએ તેવી રીતે નાનાંમોટાં દૃશ્યોની સ્થૂળ અને સૂક્ષ્મ વિગતોને બારીકાઈથી આલેખવામાં આવી છે અને એ રીતે સમયની પ્રત્યેક ગતિવિધિ આપણી સમક્ષ પ્રગટ થઈ ઊઠે છે. બે ખંડ વચ્ચેના સમયમાં બની ગયેલી ઘટનાઓનો સાર ક્યારેક પ્રત્યક્ષ કથન દ્વારા, તો ક્યારેક પાત્રો દ્વારા અપાવીને વળી પાછું આપણું ધ્યાન પ્રત્યક્ષ દૃશ્ય તરફ લેખક દોરી જાય છે. ઘટનાનું, પાત્રના કાર્યનું અર્થઘટન કરવા માટે સહેજ પણ સમય કે અવકા ફાળવવામાં આવ્યો નથી. આ નવલકથાની વસ્તુસંકલના વર્તુળાકાર છે. સ્વર્ગ જેવા સ્વિટ્ઝર્લેન્ડમાં ઝ્રબમારીનો ઉપચાર કરાવીને પ્રિન્સ મિશ્કીન કાદવકીચ્ચડ, બાફ, તિરસ્કાર, વાસનાથી ખદબદતા પિટ્સબર્ગમાં શ્રીમતી યેપેન્ચીનને ત્યાં કહે છે તે પ્રમાણે લોકોને ઉપદેશ આપવા આવી ચડે છે. શ્રીમતી યેપેન્ચીન તો ઉત્સાહિત બનીને મિશ્કીનના આગમનમાં ઈશ્વરી સંકેત જુએ છે, અને આ ‘Positively good man’ ઈસુના પુનરવત્યર સમો અને છતાં મહામૂરખ મિશ્કીન લોકોને સન્માર્ગે ચઢાવવાને બદલે બધું ઊલટસુલટ કરી નાખીને, નાસ્ટાસ્યા જેવી ‘પતિત દેવદૂત’નો ઉદ્ધાર કરવાને બદલે તેના ખૂનમાં પરોક્ષ રીતે ભાગ ભજવીને, આગ્લાયા જેવી કન્યાને વગર વાંકે તરછોડીને હતો તેવો જ ઝ્રબમાર બનીને વળી પાછો સ્વિટ્ઝર્લેન્ડમાં ધકેલાઈ જાય છે. આમ જે બિન્દુથી નવલકથાનો આરંભ થાય છે તે જ બિન્દુ આગળ નવલકથાનો અંત આવે છે. આ દ્વારા દોસ્તોએવ્સ્કી એમ પણ સૂચવવા માગતા હશે કે આનો કદી અંત આવવાનો જ નહીં. વારંવાર ઉદ્ધાર કરવા આવા માનવીને આવી ચઢવું પડે અને એમાંં નિષ્ફળ થઈને પાછા જતાં રહેવું પડે એ ઘટનાનું પુનરાવર્તન થયા જ કરવાનું. નવલકથાના આરંભથી જ મિશ્કીનના પ્રતિપ્રઙ્કેય જેવો રોગોઝીન તેની સાથે જ રહઢ્ઢલો છે. આ બંને પાત્રોનાં વ્યક્તિત્વ અન્યોન્યનાં પૂરક હોવાને કારણે ટ્રેનમાં થતો આકસ્મિક મેળાપ નવલકથાની વસ્તુસંકલનામાં એટલો બધો ખટકતો નથી. રોગોઝીનને પહેલેથી જ ઉત્કટ વાસના ધરાવતા, લોભથી ખદબદતા અને નાસ્ટાસ્યા જેવી ગવાઈ ગયેલી યુવતીને પોતાની, માત્ર પોતાની બનાવવા માટે મરણિયા પ્રયત્ન કરી છૂટતા માનવી તરીકે ચીતરવામાં આવ્યો છે. જ્યોર્જ સ્ટેયનર રોગોઝીનને મિશ્કીનના ‘original sin’ તરીકે ઓળખાવે છે. નવલકથાના આરંભથી જ દોસ્તોએવ્સ્કી સૂચવવા માગે છે કે મિશ્કીન રોગોઝીનની ઉપસ્થિતિમાં જ જીવી શકે તેમ છે. તેની અનુપસ્થિતિમાં મિશ્કીન પૂરેપૂરો અસહાય, લાચાર છે. એટલે જ નવલકથાના અંતે જ્યારે રોગોઝીનને કારાવાસમાં ધકેલી દેવામાં આવે છે ત્યારે મિશ્કીનને પણ એ જ પ્રકારના કારાવાસ સમા સ્વિટ્ઝર્લેન્ડમાં જતા રહેવું પડે છે. કદાચ મિશ્કીન અને રોગોઝીન બંનેના જીવહૃની સાર્થકતા સમી નાસ્ટાસ્યાનું મૃત્યુ એ બંનેને પણ નિઃશેષ કરી નાખે છે. વળી ગ્રીક ટ્રેજેડીના નાયકની સમસ્યા મિશ્કીનના પાત્રમાં પણ મૂર્ત થઈ છે. નવલકથામાં જે કંઈ બને છે તેમાં મિશ્કીન જાણ્યે અજાણ્યે પણ ભાગ ભજવતો રહે છે. શરૂઆતમાં તેને માત્ર પ્રશ્ન થાય છે કે ‘શું આ બધા માટે હું જ જવાબદાર છું?’ પણ પાછળથી તે કબૂલે છે કે ‘હું અપરાધી છું અને તેની મને ખબર છે.’ મિશ્કીનને આત્મપરિચય કરાવવામાં ચ્પ્ઝોલીટનું પાત્ર મહત્ત્વનો ભાગ ભજવે છે. આ આત્મપરિચય આખરે તેને ફરી આઉટસાયડર બનાવીને પિટ્સબર્ગની નારકીય આબોહવાથી દૂર દૂર ધકેલી દે છે. વળી પિટ્સબર્ગની નારકીય યાતના, વેદના વિના, એ જ આબોહવામાં શ્વાસ લઈ રહેલા ક્ષુદ્રતમ જંતુમાનવીઓ વિનાનો મિશ્કીન અથવા ઈસુનો પુનરવતાર અથવા તો શુદ્ધ સો ટચનો માણસ પણ આખરે તો વ્યક્તિત્વહીન જ છે એ સત્ય પણ નવલકથામાં કલાત્મક રીતે મુખરિત થઈ ઊઠે છે. નવલકથાના પ્રથમ દૃશ્યથી જ એમાં સ્થાન પામનારી સૃષ્ટિનો પરિચય દોસ્તોએવ્સ્કી કરાવી આપે છે. અહીં પણ દોસ્તોએવ્સ્કીને પ્રિય એવો ‘theme of double’ જોવા મળે છે. નવલકથાનાં મુખ્ય પાત્રો મિશ્કીન અને રોગોઝીન તથા નાસ્ટાસ્યા અને આગ્લાયા અન્યોન્યનાં પૂરક વ્યક્તિત્વવાળાં છે. રોગોઝીન જેવા પાત્રનાં વ્યંગ, ઈર્ષા, વાસના, ફિક્કાશ, ઉત્કટ આસક્તિ અને અન્ય પાત્રોનાં સ્વાર્થ, યાતના અને પશુતાની પડખે મિશ્કીન જેવા પાત્રનાં સજ્જનતા, માનવતા, સંતપણા, બાાધ્, ભોળપણને મૂકીને નવલકથાના આરંભથી જ આ બે વિરોધાભાસી પરિબળોને અન્યોન્યની સાથે અથડાવી આપીને જાણે બંનેની શક્તિઓનો તાગ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય એમ લાગે છે. સાથે સાથે સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશમાંથી આવી ચઢેલા મિશ્કીનને માટે સ્વાર્થ અને વાસનાથી ખદબદતી સૃષ્ટિમાં જીવવું કેટલું અકાહૃબ્દ્વ થઈ પડશે તેનો સંદેશો પણ આપણને આવી જાય છે. પહેલા જ દૃશ્યમાં મિશ્કીનને નાસ્ટાસ્યાનો પરોક્ષ પરિચય થઈ જાય છે. મિશ્કીન પાસે પિટ્સઉંબર્ગમાં ઊભા રહેવા કશું ઠામઠેકાણું નથી. કોઈ પણ પ્રકારના ઓળખપત્ર લીધા વિના તે આ સૃષ્ટિમાં પ્રવેશ તો મેળવી લે છે, પણ એને કારણે ઘણી બધી ઊથલપાથલ મચી જાય છે. મિશ્કીન રોગોઝીનથી છૂટા પડીને જ્યારે જનરલ યેપેન્ચીનને ત્યાં જાય છે. ત્યાં પણ નાસ્ટાસ્યાનો ઉલ્લેખ થાય છે. તેની તસ્વીર જોયા પછી મિશ્કીન ગાન્યા સાથે જે વાતચીત કરે છે તેમાં નવલકથાનબ્દ્વ થ્યઙઉં સમાયેલબ્દ્વ જોઈ શકીએ છીએ. તસ્વીર પરથી જ મિશ્કીન નાસ્ટાસ્યાની વેદનાને, તેના અહંકારને પારખી જાય છે, એટલું જ નહિ પણ રોગોઝીન જેવો માણસ એવી સ્ત્રીને પરણીને અઠવાડિયામાં જ તેનું ખૂન કરી નાખે એવી શક્યતા પણ ચૈંધી બતાવે છે. નાસ્ટાસ્યાનાં સૌંદર્ય અને ગર્વની સાથે સંમિશ્રિત યાતના પારખી શકવા જેટલી આત્મીયતા મિશ્કીન તરત જ કેળવી શક્યો એ રીતે નાસ્ટાસ્યા સાથે તેનો આત્મીય સંબંધ પણ સ્થપાઈ જાય છે. વળી રોગોઝીનનું પૂરક વ્યક્તિત્વ તેનામાં હોવાને કારણે રોગોઝીનના ણ્દયનો તાગ મેળવવામાં પણ તે સફળ થાય છે અને ખરી રીતે જોવા જઈએ તો રોગોઝીનના નિમિદૃો તે પોતાના ણ્દયની લાગણીને જ વાચા આપવાનો પ્રયત્ન કરતો હોય એમ લાગે છે. તે પોતે લોકોને ઉદ્ધારવા આવી ચઢાુો છે ખરો ઝભ્ નાસ્ટાસ્યા જેવી સ્ત્રીની સાથે પોતાની કાયરતાને કારણે તે લગ્ન કરીને તેનો ઉદ્ધાર કરી શકે એવી સ્થિતિમાં નથી અને એટલા જ માટે મૃત્યુ દ્વારા ઉદ્ધાર કરવાની ચ્ચ્છા તેના અસંપજ્ઞાત ચિત્તમાં જન્મે છે. વળી આ ઉપરાંત મિશ્કીનને મન સૌંદર્ય એ સમસ્યા છે. આગ્લાયાના ચહેરાને પણ સુંદર કહ્યા પછી તરત તે ઉમેરે છે : ‘નાસ્ટાસ્યા જેટલો જ સુન્દર, માત્ર ચહેરોમહોરો જ જુદા છે.’ આ રીતે આગ્લાયાની સુંદરતાને પણ નાસ્ટાસ્યાની સુંદરતા સાથે સાંકળી દે છે, અને આવા સૌંદર્યની સમસ્યા ઉકેલવા માટે તે તત્પર થાય છે. સમગ્ર નવલકથાને ગતિ આપનારું બળ આ સૌંદર્ય બની રહે છે. અહીં જ આગળ તે મેરીનુ ંઉપાખ્યાન યેપેન્ચીન કુટુંબ આગળ કહી સંભળાવે છે. આ ઉપાખ્યાન પાછળ દોસ્તોએવ્સ્કીનું અંગત વ્યક્તાિલ્ કામ કરી રહ્યું હશે, પરંતુ તેની સાભિપ્રાયતા વિશે શંકા ઉઠાવવાને કોઈ કારણ નથી. આ ઉપાખ્યાન દ્વારા મિશ્કીનની શિશુસહજ સંવેદના, ાૂરતી પ્રત્યેની આસક્તિ પ્રગટ થાય છે. મેરી જેવી ‘પંકાઈ ગયેલી’ યુવતીનો પણ હાથ પકડીને તેના પ્રત્યે પોતાની અનુકંપા વ્યકત કરે છે. એ વાર્તા પૂરી કર્યા પછી નાસ્ટાસ્યાની તસ્વીર લઈને જ્યારે તે આવે છે ત્યારે ‘ચહેરા પરના ગોપિત રહસ્ય’ને ઉકેલવા આતુર બને છે. ‘આંખ આંજી નાખે તેવા સૌંદર્ય’ની સાથે ‘પુષ્કળ ગર્વ’ અને ‘તિરસ્કાર’ જોયા પછી એ સૌંદર્ય તેના માટે ‘અપરિચિત’ બની જાય છે અને એકાએક તે એ તસ્વીરને ચુંબન કરી લે છે. આ રીતે ઉપાખ્યાનમાં આવતી મેરીના હાથ પર લીધેલું ચુંબન અને નાસ્ટાસ્યાની તસ્વીરને લીધેલું ચુંબન એકાકાર થઈ જાય છે, તથા ત્યાં આપણને પ્રતીતિ થઈ જાય છે કે નાસ્ટાસ્યા એ મેરીનો જ પુનર્જન્મ છે. નાસ્ટાસ્યાને જોતાવેંત એ કહી દે છે, ‘મેં તમને ક્યાંક જોયા લાગે છે.’ નાસ્ટાસ્યા પ્રત્યેની આત્મીયતા મેરી અને આગ્લાયાના પરિચયમાંથી પ્રગટે છે. આમ મેરીનું ઉપાખ્યાન નાસ્ટાસ્યાના પૂર્વપરિચય માટેની એક સાંકળ પૂરી પાડે છે. અનાથ નાજટાસ્યાને ટોટસ્કીએ ઉછેરી હતી. દોસ્તોએવ્સ્કીની લગભગ દરેક નવલકથામાં ટોટસ્કી રુઢ્ઢલ્બ્દ્વ ઝ્ય ઙ્ઘ્યલ્ઢ્ઢ ન્ઢ્ઢ. પ્ત્નપ્જષ્જ્જ જનરલ યેપેન્ચીનની એક દીકરી સાખ્તે પરણવા માગતો હતો પણ એ માટે નાસ્ટાસ્યાનું લગ્ન અનિવાર્ય હતું. ટોટસ્કીએ નાસ્ટાજયાને આપેલા પંચોતેર હજાર રૂબલ ખાતર ગાન્યા – જનરલ યેપેન્ચીનનો સેક્રેટરી અને આગ્લાયા પ્રત્યે લાગણી ધરાવનાર પરણવા તૈયાર થાય છે. પણ જો આગ્લાયા તેના પ્રેમનું પ્રત્યાખ્યાન કરે તો નાસ્ટાસ્યાના પૈસા જતા કરવા માટે તે તત્પર નથી. આ રીતે ગાન્યા, ટોટસ્કી અને રોગોઝીન જેવાં આસુરી તદૃવોની વચ્ચે ઘેરાયેલી નાસ્ટાસ્યાને બચાવવા માટે જ મિશ્કીન આવી ચઢ્યો હોય એમ લાગે છે. રશિયન ભાષામાં નાસ્ટાસ્યાનો અર્થ ‘resurrected woman’ થાય છે. ગાન્યા અને મિશ્કીનની સમક્ષ આગ્લાયા અને નાસ્ટાસ્યાનો વિકલ્પ, તથા નાસ્ટાસ્યાની સમક્ષ મિશ્કીન અને રોગોઝીનનો વિકલ્પ ઊભા થાય છે. આ વિકલ્પાત્મક પરિસ્થિતિમાં મુકાયેલા માનવીની વેદના સૌથી વધારે સામર્થ્યપૂર્વક અને ઉત્કટતાપૂર્વક જો રજૂ થઈ હોય તો તે નાસ્ટાસ્યાના પાત્ર દ્વારા. ‘જીવનની છેક છેલ્લી ઘડી સુધી મિશ્કીન અને રોઝોઝીન વચ્ચે ઝોલાં ખાતી નાસ્ટાસ્યાના શબની બંને બાજુએ પણ આ બે માનવીઓને રાખીને એ પરિસ્થિતિમાં રહેલા વ્યંગને દોસ્તોએવ્સ્કીએ કુશળતાપૂર્વક પ્રગટ કરી બતાવ્યો છે. આગળ ઉપર આપણે એને વિગતે તપાસીશું. પિટ્સબર્ગમાં આવતાદ્વવેંત મિશ્કીન અન્ય પાત્રોની આત્મીયતા પ્રાપ્ત કરી લે છે. આગ્લાયા ગાન્યાએ પોતાના પર લખેલો પત્ર મિશ્કીનને વંચાવે છે. આ ખંડના અંતિમ દૃશ્યમાં નાસ્ટાસ્યા મિશ્કીનને પૂછે છે : ‘ગાન્યા સાથે પરણું કે નહીં?’ આગ્લાયા અને નાસ્ટાસ્યાનો એકસરખો વર્તાવ અને મિશ્કીનને બંને સ્ત્રીઓમાં દેખાયેલું સામ્ય પણ એ બંને સ્ત્રીઓને એક સૂત્રમાં પરોવી દે છે. વળી સાથે સાથે એ નોંધવું જોઈએ કે પ્રિન્સ જાણ્યેઅજાણ્યે પણ આ બંને સ્ત્રીઓના ણ્દયમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે ગાન્યાનો સ્વાર્થ ઉાડો પાડી દેવા મથતો લાગે છે. આ પરિસ્થિતિમાં રહેલો વ્યદ્વગ ખૂબ જ સૂચક છે. સંત જેવા માનવીની પણ આ તે કેવી કરબ્ણા કે બીજાઓના ણ્દયમાં સ્થાન મેળવવા માટે અન્યનાં પાપ ઉાડાં પાડી આપવાં પડે! પ્રથમ ખંડમાં યોજાયેલાં દૃશ્યો દ્વારા દોસ્તોએવ્સ્કી મિશ્કીનનું મિશન જણાવી દે છે, અને એ દ્વારા નવલકથાનજ્જ ઝ્રદ્મનું સૂચન થઈ જાય છે. આ ખંડમાં સમયનો તંતુ સહેજ પણ ખોટકાતો નથી. ધીમી ગતિએ ચાલતી ફિલ્મ જોતાં હોઈએ તેમ આપણે મિશ્કીનની સાથે સાથે ફરીને પિટ્સઉંબર્ગની સમગ્ર નારકીય આબોહવામાં શ્વાસ લેતાં જઈએ છીએ. ગાન્યાના ઘરનું દૃશ્ય એટલા જ મહત્ત્વનું છે. મિશ્કીન ત્યાં જ્યારે જઈ ચઢે છે ત્યારે ચારે બાજુ વેરઝેર, અભિમાહૃ, અને ધિક્કાર વ્યક્ત કરતાં માનવીઓની વચ્ચે તે ઊભો રહે છે. નાસ્ટાસ્યાને કુળવધૂ તરીકે સ્વીકારવા કોઈ તૈયાર નથી અને એ અસ્વીકૃતિભર્યા વાતાવરણમાં જ નાસ્ટાસ્યા આવી ચઢે છે. મિશ્કીનને નાસ્ટાસ્યાનો પહેલો પરિચય અહીં જ થાય છે એ ઘટના અત્યંત સૂચક છે. અહીં નાસ્ટાસ્યાનું વ્યક્તિત્વ તેના સમગ્ર સંદર્ભમાં આપણને જોવા મળે છે. આ સંદર્ભમાંથી નાસ્ટાસ્યાને મુક્ત કરવી એ કામ કેટલું તો કપરું છે તેની એંધાણી મિશ્કીનના સંવાદોમાંથી વ્યક્ત થતી યાતનામાંથી આપણને મળી રહે છે. નાસ્ટાસ્યાના આગમન પૂર્વેના ધિક્કારભર્યા વાતાવરણ અને ત્ન્નાર પછી સર્જાયેલી ભારેખમતાની પડછે જનરલ ચ્વોલ્ીનનાં જૂઠાણાં મૂકી આપીને ઙહ્નશ્યને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં સહોપસ્થિતિમાં યોજાયેલું હાસ્ય વેદનામાંથી જન્મેલું હોવાને કારણે આપણને તે વધારે સ્પર્શી જાય છે. આ દૃશ્યની પરાકાષ્ઠા રોગોઝીનના આગમનથી આવે છે. તે બહુ સૂચક રીતે નાસ્ટાસ્યાના સૌંદર્યની હરાજી મિશ્કીનની સમક્ષ બોલાવે ન્ે. એક બાજુએ રોગોઝીનનો ઉત્કટ આવેગ અને તેના સામા છેડે મિશ્કીનનો અર્થહીન સમભાવ. સાધુકક્ષાનો માનવી આ હરાજીને રોકી શકતો નથી કે નથી એને આસુરી સંદર્ભમાંથી મુક્ત કરી શકતો. નાસ્ટાસ્યાના ‘ભયંકર સૌંદર્ય’ને તેના નારકીય સંદર્ભમાંથી મુક્ત કરનાર વ્યક્તિ ભાવાવેગથી તરબતર હોવી જોઈએ, એ પણ આમાંથી સૂચવાય છે. મિશ્કીનને તેના મિશનમાં મળનારી નિષ્ફળતાની એંધાણી આપણને પહેલી વખત મળી જાય છે. તે માત્ર નાસ્ટાસ્યાને એટલું જ કહી શકે છે : ‘તદ્વુ દેખાય છે તેવી તો નથી. ઓહ, એ શક્ય જ નથી.’ અહીં જાણે કે નાસ્ટાસ્યાના વ્યક્તિત્વને, તેના સૌંદર્યની સમસ્યાને ઉકેલવાનો તે પ્રયત્ન કરતો હોય એમ લાગે છે. પણ આની પછીનાં દૃશ્યોમાં આરંભનો ભાગ જુઓ, મિશ્કીન જનરલની સાથે બહાર જાય છે. હિમવર્ષા થઈ રહી છે. ભેજવાળો બાફવાળો પવન વાઈ રહ્યો છે. કાદવકીચડ ઉછાળતા ઘોડા અને દારૂડિયા લોકોની વચ્ચેથી આ બે માણસો પસાર થઈ રહ્યા છે. મિશ્કીન જ્યારે માણસોની વચ્ચે ઘેરાયેલો હોય છે ત્યારે પણ વેરઝેર, ધિક્કાર, વાસના વચ્ચે જ એકલો-અટૂલો પડી જાય છે અને જ્યારે તે બહારની હવાનો શ્વાસ લેવા જાય છે ત્યારે પણ હિમ, બાફ, કાદવકીચડ સિવાય બીજું કશું જોવા મળતું નથી. મિશ્કીનના મિશનને નિષ્ફળ બનાવવા માટે માનવી અને પ્રકૃતિ બંનેએ એકસાથે મળીને કાવતરું કર્યું છે એમ લાગ્યા વિના રહેતું નથી અને અહીં તરત જ આપણને ધાૂ આઉટસાઈડર’નો નાયક યાદ આવી જશે. ત્યાં પણ આરબના ખૂનમાં દરિયાની ચળકતી રેતી, સૂરજનો આકરો તાપ, છરી પર ચમકતું સૂર્યપ્રતિબંબિ, સમુદ્રનાં ઊછળતાં મોજાં-આ બધું પણ ક્યાં ભાગ ભજવતું ન થ્દ્મબ્દ્વ? નાસ્ટાસ્યાના ઘરે યોજાયેલી મિજબાનીનું દૃશ્ય એના વ્યક્તિત્વને અદડભુત રીતે પ્રગટાવી આપે છે. ગાન્યા સાથેના લગ્નનો નિર્ણય ઙ્ઘહીં લેવાહૃો હોય છે. આ દૃશ્યના આરંભમાં જ મિશ્કીન નાસ્ટાસ્યાને પરણવા તૈયાર થાય છે, પણ આ તૈયારી પાછળ પ્રેમ નહીં પણ અનુકદ્વપા જ ભાગ ભજવી જાય છે. રોગોઝીન નાસ્ટાસ્યાને મેળવવા માટે એક લાખ રૂબલ લઈને આવ્યો છે. નાસ્ટાસ્યા તો આ બધાંની તિરસ્કારપૂર્ણ ઠેકડી ઉડાવે છે, પણ એના અટ્ટહાસ્યની સાથે એની આંખોના કોઈ અગોચર ખૂણામાંથી જે વિષાદ પ્રગટે છે એને કારણે નાસ્ટ્યસ્યાનું પાત્ર કરુણ બની જાય છે. એના તિરસ્કારમાં પ્રચ્છન્ન રીતે પોતાની આજુબાજુ દેખાતા નરકની યાતના આપણને જોવા મળે છે. આ પ્રસંગે એકત્રિત થયેલી બધી વ્યક્તિઓ કરતાં નાસ્ટાસ્યાનું વ્યક્તિત્વ ચઢિયાતું છે એ સાબિત કરવા માટે, ગાન્યાની અને એને નિમિદૃો સોદાબાજીમાં રાચતી એકેએક વ્યક્તિના વ્યક્તિત્વની ચીંદરડીઓ ઉડાડવા માટે, મિશ્કીનને તેની પોતાની લાચારીનું ભાન કરાવી આપવા માટે, રોગોઝીન જેવાન્ય આસુરી પ્રેમ કરતાં નાસ્ટાસ્યાનો ગર્વ કેટલાય ગણો ચઢિયાતો છે એ બતાવવા માટે – આમ ન જાણે કેટકેટલાંય પ્રયોજનોને ગૂંચવી નાખીને દોસ્તોએવ્સ્કી નાસ્ટાસ્યા પાસે સળગતી આગમાં એક લાખ રૂબલનું બંડલ ફેંકાવીને ગાન્યાને તે કાઢી લેવા પડકારે છે. આ આગ – આ રૌરવ નરકની આગ આ વેરઝેર, ચ્ચ્છા, વાસના, અધિકાર, પ્રેમ, તિરસ્કારની આગમાં પોતાનું સર્વસ્વ જલાવી દઈને તેણે બધાને પડકાર ફેંક્યો, ‘છે આવું વ્યક્તિત્વ તમારામાંથી કોઈનું?’ આ અહંકાર મિશ્કીનને વામણો બનાવી દે છે. આ અહદ્વકારથી પ્રેરાઈને જ તે ઈસુ ખ્રિસ્તની કક્ષાના મિશ્કીન સાથે પરણવાને બદલે રોગોઝીન જેવી આસુરી સ્વભાવની વ્યક્તિની રખાત બનવાનું પસંદ કરે છે. રોગોઝીન સાથે જતાં પહેલાં ગાન્યાને કહે છે; ધદ્મી જો સોદો કર્યો ન હોત તો આગ્લાયા તારી સાથે પરણત.’ આ ઉકિતની સાથે આગ્લાયાએ ગાન્યાના પત્રના ઉત્તરમાં કહેવડાવેલો સંદેશો ‘હું સોદો કરતી નથી’ સંકળાઈ જાય છે અને એ રીતે ફરી એક વાર આગ્લાયા અને નાસ્ટાસ્યાનાં પૂરક વ્યક્તિત્વની પ્રતીતિ આપણને મળી રહે છે. બીજા ખંડના આરંભમાં આવતું મિશ્કીન અને રોગોઝીનની મુલાકાતનું દૃશ્ય પાવિધાન, સંકલના અને મિશ્કીનના મિશનની દહ્નષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. નાસ્ટાસ્યા લગ્નના દિવસે જ રોગોઝીનને ત્યજીને મિશ્કીન પાસે જઈ પહોંચી હતી તેની જાણ આપણને થાય છે. મિશ્કીન કબૂલે છે, ‘હું તેના પ્રેમમાં હતો એટલે નહીં પણ તેના પ્રત્યે અનુકંપા ધરાવતો હતો એટલા માટે એને ચાહતો હતો.’ રોગોઝીન નાસ્ટાસ્યા સાથેનો સંવાદ જે રીતે કહી સંભળાવે છે તે રીતે નાસ્ટાસ્યાની અનુપસ્થિતિ ઉપસ્થિતિમાં પલટાધ્ જાય છે. આ સંવાદ દરમિયાન જાણ્યે અજાણ્યે મિશ્કીન હાથમાં છરી પકડી લે છે, રોગોઝીન ખૂંચવી લે છે, મિશ્કીન ફરી છરી પકડે છે, રોગોઝીન છરી લઈને ચોપડીમાં મૂકી દે છે. મિશ્કીન વિદાય લેતાં પહેલાં ડિયાળની લાલચે ઈશ્વરની માફી માગીને મિત્રનું ખૂન કરતા ખેડૂતનો પ્રસંગ અને દારૂડિયો સૈનિક પ્રિન્સ સાથે ક્રોસ આપીને વીસ કોપેક પડાવી લે છે તે પ્રસંગ કહી સંભળાવે છે. રોગોઝીન આ સાંભળીને પ્રિન્સ સાથે ક્રોસની અદલાબદલી કરી લે છે. અહીં મિસ્કીને બે વખત હાથમાં છરી પકડીને જાતે જ સૂચવી આપ્યું કે જો રોગોઝીન નાસ્પસ્યાનું ખૂન કરી નાખે તો ઈર્ષા કરવાની જ ન રહે, અને ખેડૂતના પ્રસંગ દ્વારા સૂચવી આપ્યું કે તે જો મિશ્કીનનું ખૂન કરી નાખે તો તેનો માર્ગ સરળ થઈ જાય. એટલે જ રોગોઝીન છૂટા પડતી વખતે કહે છે : ‘તુ ગભરાઈશ નહીં, મેં તારો ક્રોસ લઈ લીધો પણ તારી ડિયાળ (એટલે નાસ્ટાસ્યા) માટે તારું ગળું રહીસી નહિ નાખું.’ ક્રોસની અદલાબદલી કરવાને પરિણામે મિશ્કીનના અસંપ્રજ્ઞાત ચિત્તમાં ુમરાતી નાસ્ટાસ્યાના ખૂનની ચ્ચ્છા રોગોઝીનના ચિત્તમાં સંક્રાન્ત થઈ જાય છે. હવે પછી નાસ્ટાસ્યાની આજુબાજુ મિશ્કીનની લાચારી અને રોગોઝીનની લોહીતરસી ઈર્ષા જ ુમરાયા કરે છે. સંવિધાન શક્તિની કુશળતાને કારણે આ દૃશ્ય અન્ય દૃશ્યોનું પુરોગામી બનીને નવલકથાને ગતિ અર્પે છે. નવલકથાના અંતે રોગોઝીન દ્વારા થતું નાસ્ટાસ્યાનું ખૂન આ દૃશ્યને કારણે આકસ્મિક લાગતું નથી. એ સિવાય બીજો કશો અંત હોઈ જ ન શકે એની પણ આપણને નિ:શંક પ્રતીતિ થઈ જાય છે. મિશ્કીન રોગોઝીનથી છૂટો પડે છે. પણ રોગોઝીનની આંખો એનો પીછો કરી રહી છે એમ મિશ્કીનને લાગ્યા કરે છે. આ રીતે રોગોઝીનના દુરિતમાંથી મિશ્કીન મુક્ત થઈ શકતો જ નથી અને એકાંતને ઝંખતો તે પ્રશ્ન પૂછે છે: ‘આ બધો મારો જ વાંક છે?’ અંતિમ ખંડમાં મિશ્કીન કબૂલે છે : ‘હું જ અપરાધી છું.’ આ પ્રશ્ન અને ઉત્તર આપણને ગ્રીક ટ્રેજેડીના નાયકની સમસ્યાની નિકટ લઈ જાય છે. રસ્તા પર ફરતાં ફરતાં પણ તેનું ધ્યાન કટલરીની દુકાન પર મૂકેલી છરી પર જાય છે. વાસ્તવમાં તો નાસ્ટાસ્યાનું ખૂન મિશ્કીનના ચિત્તમાં પ્રકટેલી ખૂનની ચ્ચ્છાની સાથે જ થઈ ગયું છે અને આ હત્યા આખરે આત્મહત્યા બની રહે છે, જે સૂચવવા માટે મિશ્કીનને દોસ્તોઅઢ્ઢવ્સ્કી તેની મૂળ માંદગીની ભૂમિકાએ પહોંચાડી આઝે છે. તે પોતાની હોટલના હોલમાં આવે છે ત્યાં દાદર પર જ રોગોઝીન ભટકાઈ પડે છે અને હિસ્ટીરિયાને કારણે રોગોીિન દ્વાર્ય થહૃ્યહૃ્ય ખૂનમાંથી તે બચી જાય છે. આ રીતે મિશ્કીનના મૃત્યુની આગલી ક્ષણ તેના હિસ્ટીરિયાના હુમલાની આગલી ક્ષણ બની જાય છે, અને આ રીતે મિશ્કીનની નિષ્ફળતાની પ્રતીતિ ફરી આપણને એક વખત થઈ જાય છે. ફરી ફરી મિશ્કીન આ સમાજ, આ વાતાવરણ છોડી જવા તૈયાર થાય છે. ઔપચારિક સંબંધોથી તે વાજ આવી ગયો છે. ચ્પ્પોલીટ જેવો મરવાન્ય વાંકે જીવતો અઢારેક વર્ષનો યુવાન જગતમાં કોઈકને ઉપકારક બની શક્યો છે પણ તે પોતે કોઈનઢ્ઢન્ન માર્ગદર્શક બની શકે એમ નથી આ ખ્યાલથી, આ સભાનતાથી તે ગૂંગળાય છે. આવી અવસ્થામાં આગ્લાયા તેને બાગમાં મળવા બોલાવે છે. બાગમાં ગયા પછી થોડા સમય માટે તો તે એકલો પડે છે. આ એકાંતમાં તેને પોતાની વેદના વધારે સાલે છે. મચ્છર જેવું જંતુ પણ પોતાનું સ્થાન ધરાવે છે. ાસનું તણખલું પણ જગતની યોજનામાં સ્થાન ધરાવતું હોવાને કારણે ખુશખુશાલ છે. પણ મિશ્કીનને લાગે છે કે સમગ્ર જગતમાં તેના માટે જ કોઈ સ્થાન નિર્માયેલું નથી. તે એકલો જ જાણે જગતમાંથી ફેંકાઈ ગયેલો છે. આ રીતે આત્મીય કે પરિચિત વાતાવરણમાં રહેવા છતાં એ વાતાવરણની બહાર ફેંકાઈ જવાની યાતના ઉપરાંત એ પરિસ્થિતિથી સભાન હોવાની યાતના પણ મિશ્કીનની નિયતિમાં તો નિર્માયેલી છે. બાગના બાંકડા પર તેને જે સ્વપ્ન આવે છે તેમાં તે એક સ્ત્રીનો પઉજ્ઞદૃ્ય્યપહૃઢ્ઢવ્ત્ન અને ભયત્રસ્ત ચહેરો જુએ છે – જાણે તે ભયંકર અપરાધ કરીને આવી ન હોય! તે ઊભો થઈને સ્ત્રીની પાછળ પાછળ જાય છે અને ત્યાં એકાએક આગ્લાયાના હાસ્યથી સ્વપ્ન જતું રહે છે. સ્વપ્નમાં દેખાયેલી યાતનાગ્રસ્ત સ્ત્રી(નાસ્ટાસ્યા) વાસ્તવ જગતની આગ્લાયામાં રૂપાન્તર થઈ ગયેલી છે એનો અણસાર આપણને તરત આલ્ી જાય છે. આગ્લાયા તો તેની પાસે લગ્નનો પ્રસ્તાવ કરવા આવી હતી. લગ્ન પછી બાળકોને ભણાવીશું દ્મઢ્ઢહૃજ્જ ઙ્ઘહૃઢ્ઢ આદર્શ દામ્પત્પ જીવન દ્મખ્ત્ય સમાજકલ્યાણની વાતો કરે છે. દોસ્તોએવ્સ્કી અંગત રીતે આવી સમાજકલ્યાણની ભાવનામાં ખૂબ જ રાચતો હોવા છતાં અહીં આગળ એ લોભને ખાળી રાખે છે. આ નવલકથાના એક મુસદ્દામાં તો આગ્લાયા સાથે મિશ્કીનનું લગ્ન પણ કરાવી આપે છે, પરંતુ આમ કરવા જતાં નવલકથાની કળાનો ભોગ આપવો પડે. આ ઉપરાંત આવી રીતે તો મિશ્કીનની સમસ્યાનો બહુ સહેલો અને સસ્તો ઉકેલ આવી જાય. આવા સહેલા ઉકેલમાં તેને રસ નથી. આગ્લાયાને ત્યાં યોજાનારી પાર્ટીનું દૃશ્ય પ્રતીકાત્મક બની શકાુું છે. આગ્લાયા મિશ્કીનને ચાઈનીઝ ફૂલદાની તોડી ન નાખવાની ચેતવણી આપે છે. મિશ્કીન ફૂલદાની તોડી જ નાખે છે. અહીં કદાચ કોઈને સંકલનાની દહ્નષ્ટિએ કૃત્રિમતાનો, પૂર્વનિયતતાનો વહેમ જવાનો સંભવ છે. પરંતુ આખું દૃશ્ય ધ્યાનપૂર્વક તપાસ્યા પછી આ વહેમ નિર્મૂળ થઈ જશે. આગ્લાયા જાણે છે કે મિશ્કીન ગમે તેટલા પ્રયત્ન કરે પણ એ ‘અસામાજિક માનવી’ બની જ શષ્વાનો નથી; મિશ્કીન સૌંદર્યની સમસ્યા ઉકેલવા માગે છે ખરો પણ જ્યાં એની સમક્ષ સૌંદર્ય ઉપસ્થિત થાય છે ત્યાં એ સૌંદર્યને અસહ્ય લેખે છે. એટલું જ નહિ, સૌંદર્યને નષ્ટ કરી નાખે છે. ફૂલદાની જગતભરના સૌંદર્યનું, નાસ્ટાસ્યાનું પ્રતીક બની જાય છે. રોગોઝીન સાથેની મુલાકાત વખતે સૌંદર્યને નષ્ટ કરવાની ચ્ચ્છા છરીના સૂચનથી વ્યક્ત થઈ હતી; અહીં આગળ મિશ્કીન સૌંદર્યના પ્રતીકને નષ્ટ કરી નાખે છે. ફૂલદાની તોડી નાખ્યા પછી ફરી મિશ્કીનને હિસ્ટીરિયાનો હુમલો આવે છે. મિશ્કીનના પાપને વાસ્તવિક બનાવવા માટે હિસ્ટીરિયાનો રોગ તેનામાં મૂક્યો છે એમ કહેવાયું છે, પરંતુ આ દલીલ પ્રતીતિજનક લાગતી નથી. મિશ્કીનને કુલ ત્રણ વખત હિસ્ટીરિયા આવે છે, હિસ્ટીરિયાના ત્રીજા અને અંતિમ હુમલા વખતે તો તે સાવ રોગિષ્ઠ બની જાય છે. પહેલા હુમલા વખતે નાસ્ટાસ્યાના ખૂનની ચ્ચ્છા જન્મે છે, બીજા હુમલા પહેલાં તે નાસ્ટાસ્યાના પ્રતીકરૂપ ફૂલદાની તોડી નાખે છે, અને ત્રીજા હુમલા પહેલાં તેના પૂરક વ્યક્તિત્વ ધરાવતા રોગોઝીન દ્વારા તે નાસ્ટાસ્યાનું ખૂન કરાવે છે. આમ, દરેક હુમલો મિશ્કીનના લક્ષ્યની નિષ્ફળતાનો સૂચક બની રહે છે. આ રીતે જોવા જઈએ તો હિસ્ટીરિયા રોગ પણ મિશ્કીનના જીવનમાં પ્રતીકાત્મક પરિસ્થિતિ બનીને આવે છે. આ દૃશ્યમાં હિસ્ટીરિયાની ક્ષણો પહેલાં તે સૌંદર્યની, ધર્મની, માનવતાની વાતો જોરશોરથી, ઉત્સાહપૂર્વક કરતો હતો, પણ તે પોતે કશું નક્કર કાર્ય કરી શકતો નથી. એ માટેની ગુંજાઈશ તેનામાં છે જ નહીં. આ રીતે મિશ્કીનમાં પ્રવૃત્તિની ચ્ચ્છા છે, પણ પ્રવૃત્તિની શક્તિ નથી, શક્ય તે પોતાની ઇચ્છા અન્યમાં સંક્રાન્ત કરી શકે છે. આ રીતે વિરાટ મહત્ત્વાકાંક્ષાના સામે પલ્લે મૂકવા જેવું તેની પાસે કોઈ બળ નથી અને એ જ કારણે તેને નિષ્ફળતા સાંપડે છે. મિશ્કીનના જીવનની અને સાથે જ દરેક માનવીના જીવનની વિસંગતિ તે આ જ છે. આ અસંગતિથી નિરાશ થઈને આગ્લાયા જાહેર કરી દે છે : ‘બીજાઓને માટે તે જેવો અપરિચિત છે તેવો જ મારે માટે પણ અપરિચિત છે.’ એક ક્ષણે આ જ આગ્લાયા મિશ્કીનના ણ્દયની અત્યંત નિકટ પહોંચી ગઈ હતી અને અહીં તે મિશ્કીનને ‘અપરિચિત માનવી’ તરીકે ઓળખાવવો પડે એટલી બધી દૂર સરી જાય છે. પિટ્સબર્ગની નારકીય સૃષ્ટિમાં ખોવાઈ જવા માગતો આ માનવી તેની પ્રિયતમાના હાથે જ નિર્વાસન પામ્યો એમાં જ શું પ્રણયની કરુણ યાતના રહેલી નથી? ત્યારઢ્ઢ પણ મિશ્કીનને એક છેલ્લી તક સાંપડે છે. મિશ્કીન, આગ્લાયા, નાસ્ટાસ્યા અને રોગોઝીન છેલ્લી વખત એકઠાં થાય છે. મિશ્કીન આગ્લાયા સાથે ચાલી જવાની લગભગ તૈયારીમાં હતો અને ત્યાં નાસ્ટાસ્યાના શબ્દોથી અંજાઈ જઈને મિશ્કીન ત્યાં જ રોકાઈ પડે છે. મિશ્કીન આગ્લાયાની આંખોમાં યાતના જુએ છે ખરો પણ તે કશું કરી શકતો નથી. મિશ્કીન સમક્ષ બે વિકલ્પ હતા : કાં તો નાસ્ટાસ્યાની યાતના સાથે આત્મીયતા કેળવવી, કાં તો આગ્લાયાની સાથે પરણીને કલ્યાણગ્રામની યોજનામાં જોડાઈ જવું. આ બેમાંથી આખરે સમાજનો પ્રશ્ન નહીં પણ વ્યક્તિનો પ્રશ્ન મહત્ત્વનો બની જાય છે. અહીં વિશેષ તો નાસ્ટાસ્યાની પ્રીતિની સાથે સંકળાયેલી ભીતિની માત્રા મિશ્કીનને વધારે અકળાવે છે, ખ્વિડાવે છે, અને એ રજ્જતે મિશ્કીન ભીતિને વશ થઈ જાય છે. નાસ્ટાસ્યામાં રહેલું કશું ન ગાંઠે તેવું તદૃવ મિશ્કીનને રોકી પાડે છે અને એ રીતે કલ્યાણગ્રામનો આદર્શ સિદ્ધ કરવાનો મોહ ત્યજી દઈને આગ્લાયાના જીવનમાંથી તે કાયમને માટે ફેંકાઈ જાય છે. દોસ્તોએવ્સ્કી કશા સસ્તા સમાધાનને કે લોભને વશ થવાને બદલે કળાત્મક અપેક્ષાઓને સંતોષવાનો પ્રયત્ન ઙ્ઘ્યઙ્ક કરે છે. પછી તો નાસ્ટાસ્યા અને મિશ્કીનના લગ્નની તૈયારીઓ ચાલે છે. લગ્હૃના દિવસે નાસ્ટાસ્યા માટે પ્રયોજાયેલી ઉપમાઓ જુઓ : ‘શબ’ જેવી, ‘સફેદ ચાદર જેવી ધોળી.’ ચર્ચ આગળ નાસ્ટાસ્યા ‘મને બચાવ, મને દૂર દૂર લઈ જા-જ્યાં તને ઠીક લાગે ત્યાં’ કહીને રોગોઝીન સાથે ભાગી જાય છે. નાસ્ટાસ્યાના આ અંતિમ શબ્દો મિશ્કીનના મિશનને નિષ્ફળ બનાવી આપે છે. નવલકથાના અંતિમ અને સૌથી મહત્ત્વના દૃશ્યમાં મિશ્કીન રોગોઝીનને ઘેર જઈ ચઢે છે. દોસ્તોએવ્સ્કીના શબ્દોમાં જ આ મહત્ત્વનું દૃશ્ય જોઈએ : ‘પ્રિન્સે એક ડગલું ભર્યું, પછી બીજું ભર્યું અને તરત જ ત્યાં થાંભલા જેવો ઊભો રહી ગયો. એકાદ બે મિનિટ તેણે તાક્યા જ કર્યું. પલંગ આગળ ઊભા રહીને બેમાંથી કોઈએ એકે અક્ષર ઉચ્ચાર્યો નહિ. પ્રિન્સનું ણ્દય એટલા બધા જોરથી ધડકતું હતું કે એ ઓરડાની અથાગ શાંતિમાં સ્પષ્ટપણે ણ્દયના ધબકાર સંભળાતા હતા. તેની આંખો અંધારાથી ટેવાઈ ગઈ અને તેની સમક્ષ આખી પથારી સ્પષ્ટ દેખાઈ આવી. તેના પર કોઈ જડ બનીને સૂઈ ગયું હતું. સહેજઢ્ઢન્ન હિલચાલ સંભળાતી ન હતી. શ્વાસનો અવાજ પણ આવતો ન હતો. સૂઈ જનારને માથાથી પગ સુધી સફેદ ચાદર ઓઢાડી હતી. પણ પ થોડા દેખાતા હતા. થોડા ઠ્ઠપસેલા આકાર દ્વારા ખબર પડતી હતી કે કોઈ માણસ ત્યાં સૂતેલું છે. ચારે બાજુએ, પથારી પર, પથારીના છેડે, પથારીની બાજુમાં પડેલી આરામખુરશી પર, જમીન પર સુધ્ધાં કપડાં અસ્તવ્યસ્ત પડ્યાદ્વ હતાદ્વ. પગ આગળ લેસનું ગૂંચળું પડાુું હતું. ચાદરમાંથી બહાર નીકળેલી લેસ પરનો આગલો ભાગ દેખાતો હતો. તે જાણે આરસપહાણમાંથી ડેલો દેખાતો હતો અને સ્તબ્ધતાથી જડ થઈ ગયેલો હતો. પ્રિન્સે જોયું; તેને લાગ્યું કે તે જેમ જેમ વધારે જોતો હતો તેમ તેમ ઓરડો વધારે ને વધારે શબવતડ બનતો જતો હતો. એકાએક એક માખી ઊંમાંથી ઝબકીને ગણગણવા લાગી, પથારી ળ્પર ઊડાઊડ કરીને માથા પર જઈ બેઠી. પ્રિન્સ થોડો હાલ્યો.’ મિશ્કીન રોગોઝીનને પૂછે છે : ‘તી શાનાથી તેનું ખૂન કર્યું? એ જ છરી?’ બંને જણ શબ પાસે બેસી રહે છે. મિશ્કીન સુધબુધ ગુમાવીને પોતાની અસલ માંદગીનો ભોગ બની જાય છે. રોગોઝીનને કારાવાસમાં મોકલવામાં આવે છે. નવલકથાના અંતે કોઈ તાદૃિવક ચર્ચાવિચારણા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આવતી નથી. કાંઈ સાર, જીવનદર્શન પણ આપવામાં આવ્યા નથી. માત્ર આટલા જ દૃશ્ય દ્વારા નવલકથાની સૃષ્ટિનો મર્મ, તેમાં સ્થાન પામેલાં માનવીની સમસ્યા અને તેની કરુણા પણ સૂચવાઈ જાય છે. પ્રિન્સના ચિત્તમાં જન્મેલી નાસ્ટાસ્યાની હત્યાની ચ્ચ્છાને રોગોઝીન મૂર્ત રૂપ આપે છે. ‘પતિત દેવદટ્ટત’ના શબ આગળ એક બાજુએ સંતની કક્ષાનો માણસ અને બીજી બાજુએ દુરિતની સાક્ષાત મૂર્તિ જેવો રોગોઝીન છે. આ ત્રણેયને ઘેરીને પડ્યાં છે શૃંગારસાધનો અને શાન્તિ. નાસ્ટાસ્યાના પગને ‘આરસમાંથી કંડારેલા’ તરીકે વર્ણવવાથી એની અમરતા સૂચવાઈ જાય છે. પણ દોસ્તોએવ્સ્કી આટલેથી અટકતો નથી. એ તો માખીને પણ લઈ આવે છે. આખી નવલકથાનું હાર્દ દોસ્તોએપસ્કી આટલી નાની સરખી વીગતમાં સમાવી શક્યા છે. ચારે બાજુની સ્તબ્ધતાનો ભંગ માખી કરી આપે છે. રોગોઝીને નાસ્ટાસ્યાની હત્યા કરી, એને પરિણામે તેણે પણ પોતાનું વ્યક્તિત્વ ખોઈ નાખ્યું. મિશ્કીન ‘પતિત દેવદૂત’નો ઉદ્ધાર કરવા નીકળેલો પણ જે સૌંદર્ય દ્વારા જગતની ઠ્ઠથલપાથલ કરી શકાઈ હોત તે સૌંદર્યને દુરિતમાંથી બચાવી ન શક્યો અને એ રીતે તેણે પભ્ પોતાની વ્યક્તિતા ખોધ્ નાખી અને એટલા જ માટે તે આ માંદગીમાંથી બેઠો થઈ શષ્તો નથી. એક રીતે જોવા જઈએ તો સંત માનવીનું આ મૃત્યુ જ છે. આમ એ ઓરડાની ત્રણેય વ્યક્તિઓ મૃત હોવા છતાં અહીંથી જીવનનો અંત આવી જતો નથી એ સૂચવવા માટે જ દોસ્તોએવ્સ્કી માખીને લઈ આવે છે. ક્ષુદ્ર ગણાતું જંતુ આખરે સંત માનવી જે જીવનની આશા પ્રગટાવી ન શક્યો તે આશા પ્રકટાવી આપે છે. ઊડતી માખી નાસ્ટાસ્યાના માથા પર જઈને બેસે છે એ પણ સૂચક છે પછી જ્યારે તે ઊડશે ત્યારે નાસ્ટાસ્યાનાં ગર્વ, સૌંદર્ય અને યાતનાને પ્રસાર્યા કરશે. અહીં નવલકથાનો સંદર્ભ માખીને પ્રતીકની કક્ષાએ લઈ જાય છે; અથવા કહો કે આખું દૃશ્ય આ સંદર્ભને કારણે પ્રતીકની કક્ષાએ જઈ પહોંચે છે. સંદર્ભને કારણે આવો ક્ષુદ્ર પદાર્થ આ કક્ષાનું પ્રતીક બની શક્યો છે. ચારે બાજુએ પથરાયેલા મૃત્યુની સામે માખી જાણે સમતુલા ટકાવી રાખવાનો પ્રયત્ન કરતી લાગે છે. માખી દ્વારા માનવનિયતિની, આ વિશ્વની સમતુલા, વ્યવસ્થા પ્રગટી ઊઠે છે. આમ છતાં માખીનો પરંપરાગત સંકેત તો દુરિતનો જ છે, અને એ રીતે દોસ્તોએવ્સ્કી સદડમાં શ્રદ્ધા રાખતા હોવા છતાં નવલકથામાં ક્યાંય સદડની તરફદારી કરી નથી. સદડઅસદડને, જીવનમૃત્યુને એકસરખાં સમર્થ ગણીને સર્જક તરીકે તટસ્થતા તેણે જાળવી રાખી છે અને એને કારણે જ આ દૃશ્ય દ્વાર્ય નવલકથાની સમગ્ર કથાનું હાર્દ નાટ્યાત્મક રીતે પ્રગટ થઈ શક્યું છે. આ દૃશ્યની ચર્ચા એલન ટેટે ‘ધ હોવરીંગ ફ્લાય’ નામના લેખમાં કરી છે.

આમ, ભવિષ્યમાં લખાનારી નવલકથાઓમાં સ્થાન પામનારા માનવીની છબી આપણે આ નવલકથામાં જોઈ શકીએ છીએ. નવલકથાના આરંભે સમાજમાં ખોવાઈ જવા મથતો મિશ્કીન નથી સંત કે નથી પૂરો માનવી. પિટ્સબર્ગના નરકમાં ખદબદતા યાતનાગ્રસ્ત માનવીઓને જ્યારે તે જુએ છે ત્યારે અનુકદ્વપાશીલ બનીને તે તેમનો હાથ પકડવા જાય છે, ‘પતિત દેવદૂત’નો ઉદ્ધાર કરવા જાય છે, પણ તેના આ પ્રયત્નો વ્યક્તિત્વની અપૂર્ણતાને કારણે સફળ થઈ શકતા નથી. રશિયામાં આવતી વખતે જે સંવેદના, સંવિત્તિ પ્રાપ્ત કર્યાં હતાં તેમને ખોઈ નાખવા સિવાય બીજો કોઈ માર્ગ રહેતો નથી, અને અંતે બધું જ ગુમાવી દઈને વળી પાછા પોતાન્ય કોશેટામાં પુરાઈ રહેવું પડે છે. આ યુગના માનવીની પરિસ્થિતિ તો ઈસુ કરતાંય વધારે કપરી નીવડી. ઈસુને તો માત્ર શરીરત્યાગ કરવો પડ્યો, અહીં તો માનવીએ સમગ્ર વ્યક્તિત્વ ગુમાવવું પડે છે. મિશ્કીનના પાત્રમાં બેવડી વ્યક્તિતા છે. તે નથી બુદ્ધિશાળી કે નથી પૂરો મૂરખ. પતિતહૃત્ન ઉદ્ધાર કરવાની ચ્ચ્છા અને તેનું ખૂન કરવાની ચ્ચ્છા એક સાથે ધરાવતો આ માનવી ભોળો પણ છે અને સાથે જ કોઈના હૃદયને તીરની જેમ વીંધી પણ શકે છે. વ્યક્તિત્વની બેવડી પ્રતિભાને કારણે જ આગ્લાયા તેનાથી ભોળવાઈ જાય છે. મિશ્કીન આગ્લાયાને પામવા માટે સંતની ભૂમિકાનો ત્યાગ કરી માનવીની ભૂમિકાએ આવી ચડે છે ખરો. આગ્લાયા તેને સ્વીકારવા તૈયાર થાય છે. પરંતુ તરત જ નાસ્ટાસ્યાને બચાવવાને બદલે આસુરી વાસના ધરાવતા રોગોઝીનને સોંપી દે છે. આમ બંને સ્ત્રીઓના જીવનને તે બરબાદ કરી નાંખે છે. આમાંથી ફલિત એ થાય છે કે સંત બનીને માનવીનો ઉદ્ધાર ન કરી શકાય. માનવીય સંદર્ભની બહાર જઈને માનવની સમસ્યાનો ઉકેલ કદી શોધી શકાય નહીં. વળી મિશ્કીનના ણ્દયમાં પ્રેમ નહીં, અનુકંપાની લાગણી બળવત્તર છે. તે પોતે પોતાની અનુકં પાની પરિધિમાં આગ્લાયા અને નાસ્ટાસ્યાને સમાવવા ચાહે છે. જીવન જીવવા માટે માત્ર અનુકંપા પર્યાપ્ત નીવડતી નથી. પ્રેમમાં અનુકંપા હોય પણ અનુકંપામાં પ્રેમ ન પણ હોય. વળી પ્રિન્સ સાચા અર્થમાં માનવી બની શકતો જ નથી. માનવી કહેવડાવવા માટે ટી. એસ. એલિયટ કહે છે તેમ કાં તો સદાચરણ કરવું પડે, કાં તો દુરાચરણ. મિશ્કીન કાર્ય કરવાને બદલે માત્ર તેનો વિચાર જ કરી શકે છે. કાર્યની ઇચ્છા બહુ બહુ તો અન્યના હૃદયમાં સંક્રાન્ત કરી શકે છે. મિશ્કીનને ઈસુના પુનરવતાર તરીકે ઓળખાવીએ તો ઈસુ માનવી બનીને આવવાને બદલે ‘Positively good person’ બનીને આવ્યા. મિશ્કીન તો માની જ બેઠેલો કે ‘માનવ અસ્તિત્વનો મુખ્ય અને એક માત્ર નિયમ અનુકદ્વપાનો જ હતો.’ આટલા જ માટે નાસ્ટાસ્યા તેની પાસેથી ભાગી જઈને રોગોઝીન પાસે જઈ ચઢે છે ને આસુરી વાસના ધરાવતા રોગોઝીનને હાથે મરી જવાનું સ્વીકારી તે માનવી તરીકેના પોતાના અધિકારને પૂરેપૂરો ભોગવી લે છે. રોગોઝીન પાસે બીજું કશું નહિ પણ છેવટે પ્રેમની તો શક્યતા હતી જ. આટલા જ કારણે ચ્પ્ઝોલીટ, જનરલ ચ્વોલ્ગીન જેવાં પાત્રોને પણ સાચે માર્ગે લઈ જવાને બદલે તેમને પતનની ખાઈમાં ધકેલી દે છે. તેમના માર્ગને સરળ બનાવવાને બદલે વિકટ કરી આપે છે. દુનિયાના દુરિત માત્ર નૈતિક સૂત્રોથી દૂર થઈ જતાં નથી. મિશ્કીન તો દરેક અપૂર્ણ પદાર્થમાં પણ સૌંદર્ય જુએ છે, એટલું જ નહીં, પોતાની જાતને બીજાઓથી ઊતરતી માની લઈને બીજાઓને મહાનતા અર્પી દે છે. એ મહાનતાના ભારને પેલાં પાત્રો તો ઝીલી શકતાં જ નથી. આ રીતે કોઈ પાત્રને તે મહાન બનવાની તક પણ આપતો જ નથી. આ જ કારણે ચ્પ્ઝોલીટ જેવું પાત્ર મિશ્કીનને સંભળાવે છે: ‘હું તમને બધાને ધિક્કારું છું. તમને બધાને જગતમાં કોઈ પણ વ્યક્તિ કરતાં, પદાર્થ કરતાં વધારે તિરસ્કારું છું. તમે ન્યાયનો ઝંડો ધારણ કરનારા, તરકટી, ગમાર, માનવતાના લખપતિ પૂજારી તમે મૃત્યુને આરે આવેલા માણસને પણ તરણું લેવડાવ્યું. તિરસ્કારપાત્ર મારી કાયરતા માટે તમે જવાબદાર છો. તમારો ઉપકાર મારે નથી જોઈતો.’ મિશ્કીન પોતાની સાથે સંકળાયેલાં પાત્રોને ઓળખવાનો દાવો કરે છે પણ આગ્લાયા તેને કહે છે : ‘નાસ્ટાસ્યાના સ્વભાવની એકેએક લાક્ષણિકતા પારખવા માટે તમારી પાસે પૂરતો સમય હતો છતાં તમે તેને ઓળખી નથી.’ મિશ્કીનની ઘણી બધી મર્યાદાઓ છતાં તે બીજાઓની નજરમાં ખૂબ ઊંચા દરજ્જાનો બની જાય છે. નબળાં, કચડાયેલાં પાત્રો પ્રિન્સની માનવતા તરત પારખી જાય છે. મિશ્કીનનો અર્થ રશિયન ભાષામાં ઉંદર થાય છે અને તેના નામની આગળ આવતો લિયોનો અર્થ સંહિ થાય છે. મિશ્કીનની નમ્રતા ભયંકર શક્તિ ધરાવે છે એવું દોસ્તોએવ્સ્કીને અભિપ્રેત છે જ. એટલે નવલકથામાં ઙ્ઘ્ય લ્યદ્મ કહેવડાવે છે. પ્રિન્સ બધાની યાતના માટે પોતાને જવાબદાર લેખે છે. તેની આ લાગણીશીલતા જ તેને સમાજથી અળગો કરી આપે છે. પોતાની જાતને આરોપી તરીકે જોવાની તટસ્થતા તે ધર્યવે છે. રોગોઝીન અને અન્ય ગૌણ પાત્રો દ્વારા આ પાત્રને વારંવાર કસોટીએ ચઢાવવામાં આવ્યું છે. કદાચ બધાં પાત્રોમાં સૌથી વધારે તેજજવી પાત્ર નાસ્ટાસ્યાનું છે. આ પાત્ર વારંવાર મિશ્કીનના મિશનને પડકારે છે. નાસ્ટાસ્યાનું વર્તન આપણને ઘણી વખત ચોંકાવી મૂકે છે. પણ તેની પાછળ દોસ્તોએવ્સ્કીની પાત્રવિભાવનાની વિશિષ્ટતા રહેલી છે. પાત્રોના ચ્તિહાસ આપી દીધા પછી વાચકો પાત્રો વિશે જે માન્યતાઓ ધરાવતા થાય તે પાછળથી બનતી ધટનાઓ દ્વારા ભાંગી પડે અને એ રીતે છેક સુધી પાત્ર વિશે કશું ચોક્કસપણે કહી જ શકાય નહીં. આમ છતાં પાત્રોનાં કાર્યો નવલકથાની સંભવિત સૃષ્ટિની બહાર તો બનતાં જ નથી. પોતાના ણ્દયની સજ્જનતાને કારણે મિશ્કીન જ માત્ર જાણે છે કે નાસ્ટાસ્યા પતિદ્મ્ય નથી, તે પ્ર્યમાણિક છે, પવિ છે. તે વ્યક્તિગત પતન અને હેતુની ઉચ્ચતા વચ્ચે ઝૂલ્યા કરે છે. જીવનના અંત સુધી તે ર્સંષમય જીવન જીવવા માગે છે. નહિતર મિશ્કીને જ્યારે પહેલી વખત તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેને પરણીને તરત સુખી થઈ શકી હોત. પણ તો તો તરત જ તેના ર્સંષનો અંત આવી જાત, અને સાથે સાથે જ મિશ્કીનની સમસ્યા ઉકેલાઈ જાત. આટલા જ માટે રોગોઝીન (વધારે પડતી હીનતા) અને મિશ્કીન (વધારે પડતી ઉદાત્તતા) વચ્ચે અંત સુધી ઝૂલ્યા કરે છે. નવલકથામાં તેના જેટલાં ર્સંષ, યાતના કોઈએ ભોગવ્યાં નથી અને એટલે જ તે પૂરેપૂરી ‘માનવી’ બની રહે છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે આવા ર્સંષને જીરવતી સ્ત્રીને દોસ્તોએવ્સ્કીએ ભાવુક બનાવી નથી. તેનાં ગર્વ ગુમાન તેને ભાવુક બનતાં અટકાવે છે. ગર્વની અતિમાત્રા મિથ્યાભિમાન બનવાને બદલે તેનું ગૌરવ બની રહે છે. વળી આ પાત્ર દ્વારા દોસ્તોએવ્સ્કી એક બીજો પણ વ્યંગ છે. નાસ્ટાસ્યાને બચાવવાનો મિશ્કીનનો એકે પ્રયત્ન સફળ થતો નથી. પરંતુ નાસ્ટાસ્યા તો મિશ્કીનને પોતાનાથી અળગો રાખીને એને બચાવવાનો પ્રયત્ન કરે છે. વળી રોડોમ્સ્કીના પંજામાંથી આગ્લાયાને છોડાવવા માટે પોતાની જાતને બદનામ કરતાં પણ તે અચકાતી નથી. મિજીકીનને જે નિષ્ફળતા સાંપડે છે તે નાસ્ટાસ્યાના ગર્વને કારણે નહીં પણ મિશ્કીનમાં રહેલા સ્વભાવની બેવડી વ્યક્તિતા, સંવેદનાની અતિમાત્રા અને વાણીવર્તનની વિસંગતિને કારણે. શરૂઆતની યોજનામાં દોસ્તોએવ્સ્કીએ ઘણા વિકલ્પ વિચાર્યા હતા – નાસ્ટાસ્યા મિશ્કીનને પરણી જાય, કાં તો ભાગી જઈને કૂટણખાનામાં જીવન ગુજારે, કાં તો રોગોઝીન સાથે પરણી જાય. પણ દોસ્તોએવ્સ્કી સમક્ષ માત્ર મિશ્કીન અને આગ્લાયાનો જ પ્રશ્ન ન હતો. તેને મન તો નાસ્ટાસ્યાની સમસ્યા એટલી જ મહત્ત્વની હતી. એટલે જ આવો કરુણ અંત આવે છે. નાસ્ટાસ્યા ભલે યાતનાગ્રસ્ત હોય, પતિત હોય પણ તે પોતાનું ગૌરવ તો અખંડ રાખે છે. ગૌરવને કારણે જ ટોપ્સ્કીના પંચોતેર હજાર, રોગોઝીનના એક લાખ રૂબલ અને છેલ્લે મિશ્કીનની અનુકંપા ફગાવી દે છે. નાસ્ટાસ્યાને ટોટસ્કી પુષ્ઝોની વચ્ચેથી સરી જતા સાપ તરીકે ઓળખાવે છે પણ તે તો છે ‘કાદવનું કમળ.’

‘Positively good man'નો વિચાર દોસ્તોએવ્સ્કીને પુુકળ પ્રિય હતો. મિશ્કીનના મિશનને આ નવલકથામાં ભલે નિષ્ફળતા પ્રાપ્ત થઈ પણ દોસ્તોએવ્સ્કી આ વિચારને ‘ધ બ્રધર્સ કારામઝોવ’માં અલ્ન્નત્નશા અને ફાધર ઝોજી્યિસ્માનાં પાત્રો દ્વારા લંબાવે છે. આ જગતમાં માનવીય અત્યાચારોની સામે જે શક્તિ ઝઝૂમી રહી છે તેને આખરે તો પોતાના ર્સંષમાં પરાજય જ સાંપડે છે. જનરલ ચ્વોલ્ગીનને ક્યાંયથી સુખ પ્રાપ્ત થતું નથી. પોતાનાં આત્મીયો પણ તેને તિરસ્કારે છે ત્યારે એ માનવી પોતાની આસપાસ અસત્યની માયાજાળ રચીને એમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે. આ રીતે જીવનભર ઝઝૂમવા માટે અસત્યમાંથી બળ મેળવતો લાગે છે. બીજી બાજુએ ઇપ્પોલીટ જેવો યૌવનના ઉંબરા પર ઊભા રહીને મૃત્યુને જોતો સમગ્ર ક્રિશ્ચિયાનિટી સાથે તહોમતનામું મૂકે છે. ઇપ્પોલીટનું ઉપાખ્યાન માનવીય ગૌરવની સ્થાપના માટેના સંઘર્ષની એક ભૂમિકા આપણી સમક્ષ રજૂ કરી આપે છે. ઇપ્પોલીટના ‘My Necessary Explanation’માં આવતા સ્વપ્નની વાત ખૂબ સૂચક છે. તે સાપ જેવું ભયંકર પ્રાણી જુએ છે. ઘરનાં બધાં લોકો તેની ભયંકરતાથી અજાણ છે. પાળેલી કૂતરી જ્યારે તેના બે ટુકડા કરી નાખે છે ત્યારે પણ તે પોતાની ભયંકરતા છોડતું નથી. આ સ્વપ્નના અંતે તરત જ પ્રિન્સ આવી ચઢે છે. આ સ્વપ્નનો ઉપયોગ અહીં રૂપક તરીકે કરવામાં આવ્યો છે. જગતમાં પ્રવર્તી રહેલા અસદડથી મોટા ભાગના અજાણ છે, યા અજાણ રહેવાનું પસંદ કરે છે, માત્ર ઇપ્પોલીટ જેવો સંવેદનશીલ માનવી જ તેના ભયથી સાવધ છે – તે આ બધો તમાશો જોયા કરે છે. છેલ્લે ઇપ્પોલીટ જે પ્રશ્ન પૂછે છે, ‘જો ઈસુ લેઝેરસને કબરમાંથી બેઠો કરી શક્યા તો પછી પોતાની જાતને જ ફાંસીમાંથી કેમ મુક્ત કરી ન શક્યા?’ – તે આપણા ચિત્તમાં ઘુમરાવા લાગે છે. રોગોઝીનને ત્યાં વધસ્થંભે ચઢેલા ઈસુની છબીમાં માત્ર યાતના જ હતી એ જોઈને તે પ્રશ્ન પૂછે છે : ‘ક્રોસ પરથી ઉતારી લીધા પછી પોતે કેવા દેખાશે એનું ચિત્ર ફાંસીએ ચઢતાં પહેલાં જો ઈસુએ કલ્પ્યું હોત તો ક્રોસ પર ચઢત ખરા?’ – આ રીતે ઈશ્વર પણ મનુષ્યની યાતનાની કલ્પના કરી શકવાને અસમર્થ છે. આ જગતમાં મિથ્યા આશાવાદ સેવીને સમાધાન કરી શકીએ ખરા, પરંતુ આપણી આ લાચારી-અસહાયતાની છબી જ આપણા માટે, આપણા યુગ માટે વધારે સાચી ઠરે છે. શ્રીમતી યેપેન્ચીન કહે છે તે પ્રમાણે સમગ્ર યુરોપના લોકો ભ્રાન્તિમાં જ જીવન જીવી રહેલા છે. આ ભ્રાન્તિની એંધાણી દાયકાઓ પહેલાં આપી જનારી આ નવલકથા હવે પછીના દાયકાઓમાં પણ અવિસ્મરણીય રહેશે. શિરીષ પંચાલ